નબી ﷺ નમાઝમાં બંને સિજદા વચ્ચે આ દુઆ પઢતા હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી, વર્ હમ્ની, વઆફિની, વહ્દિની, વર્ ઝુક્ની" (અર્થ: હે અલ્લાહ ! તું મને માફ કરી દે, મારા પર રહેમ કર, મને આફિયત આપ, મને માર્ગદર્શન આપ અને મને રોજી આપ)
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ શરૂ કરતાં, તો પોતાના બંને હાથ ખભા સુધી ઉઠાવતા,
મને નબી ﷺ એ તશહ્હુદનો (તરીકો) શિખવાડ્યું, એ સ્થિતિમાં કે મારા બંને હાથ નબી ﷺ ની હથેળીઓ વચ્ચે હતા, એ રીતે શિખવાડ્યું જે કુરઆનની સૂરતો શીખવાડતા હતા
મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નમાઝ પઢી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જમણી બાજુ મોઢું ફેરવતા આ શબ્દો કહી સલામ કર્યું: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)», અને ડાબી બાજુ મોઢું ફેરવતા આજ શબ્દો કહ્યા: «"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે)
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફજરની બન્ને (સુન્નત) રકઅતોમાં સૂરે કાફિરૂન અને સૂરે ઇખલાસ પઢતા હતા
હે લોકો ! આવું મેં એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝ પઢવાનો તરીકો શીખી લો
જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તકબીર કહેશો
કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, હું તમારા કરતા સૌથી વધારે નમાઝમાં નબી ﷺ થી નજીક છું, પછી આપ આ પ્રમાણે જ નમાઝ પઢતા રહ્યા અહીં સુધી કે આ દુનિયાથી જતા રહ્યા
લોકોમાં સૌથી મોટો ચોર નમાઝનો ચોર છે, જે પોતાની નમાઝમાં ચોરી કરે છે», કહ્યું: કોઈ પોતાની નમાઝમાં કંઈ રીતે ચોરી કરી શકે છે? કહ્યું: તે રુકૂઅ અને સિજદો પૂરેપૂરા નથી કરતો
નબી ﷺ બન્ને સિજદાની વચ્ચે આ દુઆ પઢતા હતા: رَبِّ اغْفِرْ لِي، رَبِّ اغْفِرْ لِي» અર્થ: હે મારા પાલનહાર ! મને માફ કરી દે, હે મારા પાલનહાર ! મને માફ કરી દે
તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત થુકી દે
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝની શરૂઆત તકબીરે તહરિમાથી અને અલ્ હમ્દુ લિલ્લાહિ રબ્બિલ્ આલમીનની તિલાવત દ્વારા કરતા
મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ડાબે અને જમણે (નમાઝ પૂર્ણ કરી) સલામ ફેરવતા જોયા, અહીં સુધી કે આપના ગાલની સફેદી દેખાવા લગતી