1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ જ્યારે રમજાનનો મહિનો આવે તો તમે એક ઉમરહ કરી લે જો; કારણકે (રમજાનમાં) કરવામાં આવેલો ઉમરાહનો સવાબ હજ બરાબર છે

عَنِ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ:
قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِامْرَأَةٍ مِنَ الْأَنْصَارِ سَمَّاهَا ابْنُ عَبَّاسٍ فَنَسِيتُ اسْمَهَا: «مَا مَنَعَكِ أَنْ تَحُجِّي مَعَنَا؟» قَالَتْ: لَمْ يَكُنْ لَنَا إِلَّا نَاضِحَانِ فَحَجَّ أَبُو وَلَدِهَا وَابْنُهَا عَلَى نَاضِحٍ وَتَرَكَ لَنَا نَاضِحًا نَنْضِحُ عَلَيْهِ، قَالَ: «فَإِذَا جَاءَ رَمَضَانُ فَاعْتَمِرِي، فَإِنَّ عُمْرَةً فِيهِ تَعْدِلُ حَجَّةً».

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અન્સારની એક સ્ત્રી જેનું નામ મને અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) એ જણાવ્યું હતું, પરંતુ રાવી કહે છે કે હું તેનું નામ ભૂલી ગયો હતો, તેને પૂછ્યું: «તમને અમારી સાથે હજ કરવાથી કઈ વસ્તુએ રોકી રાખ્યા?», તે સ્ત્રીએ કહ્યું: અમારી પાસે ફક્ત બે જ ઊંટ હતા, એક પર સવાર થઈ મારા પુત્રના પિતા (એટલે કે મારા પતિ) અને મારો પુત્રએ હજ કરી, જ્યારે કે બીજા ઊંટને અમારી પાસે પાણી લાવવા માટે છોડીને ગયા, તેની વાત સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જ્યારે રમજાનનો મહિનો આવે તો તમે એક ઉમરહ કરી લે જો; કારણકે (રમજાનમાં) કરવામાં આવેલો ઉમરાહનો સવાબ હજ બરાબર છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહ મુસ્લિમ - 1256

સમજુતી

જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પોતાના અંતિમ હજ (હજ્જતુલ્ વદા) તરફથી પાછા ફર્યા, તો અન્સારની એક સ્ત્રી, જેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હજ કરી ન હતી તેને પૂછ્યું: અમારી સાથે તમને હજ કરવાથી કઈ વસ્તુએ રોક્યા?
તેણીએ કારણ આપતા જવાબ આપ્યો કે તેમના ઘરમાં ફક્ત બે જ ઊંટ હતા, એક પર સવાર થઈ તેમના પતિ અને તેમના પુત્રએ હજ કરી, જ્યારે કે બીજાને પાણી લાવવા માટે છોડીને ગયા.
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને જણાવ્યું કે રમજાનના મહિનામાં ઉમરાહ કરવાનો સવાબ હજ બરાબર છે.

હદીષથી મળતા ફાયદા

  1. રમજાન મહિનામાં ઉમરહ કરવાની મહત્ત્વતા.
  2. રમજાન મહિનામાં કરવામાં આવેલ ઉમરાહનો સવાબ હજ બરાબર છે, પરંતુ તે ઉમરાહ ફર્ઝ હજ માટે પૂરતો નહીં ગણાય.
  3. સમયની મહત્ત્વતાના કારણે કાર્યોનો સવાબ પણ વધી જાય છે, જેનું એક ઉદાહરણ એ કે રમજાનના મહિનામાં કરવામાં આવેલ કાર્યો છે.

ભાષાતર જુઓ

58 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
FR Français ફ્રેન્ચ
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية