1. હોમ
  2. કેટેગરીઓ
  3. જીવનચરિત્ર અને ઇતિહાસ

હદીષ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ પઢતા તો પોતાના બંને હાથને એટલા ફેલાવતા કે બગલોની સફેદી નજર આવવા લગતી

عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَالِكٍ ابْنِ بُحَيْنَةَ رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا صَلَّى فَرَّجَ بَيْنَ يَدَيْهِ حَتَّى يَبْدُوَ بَيَاضُ إِبْطَيْهِ.

અબ્દુલ્લાહ બિન માલિક બિન બુહૈનહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ પઢતા તો પોતાના બંને હાથને એટલા ફેલાવતા કે બગલોની સફેદી નજર આવવા લગતી.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહુલ્ બુખારી - 390

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે સિજદો કરતાં તો સિજદા દરમિયાન પોતાના બંને હાથને એટલા ફેલાવતા; અને બંને હાથને બાજુઓથી એવી રીતે દૂર રાખતા, જેમકે એક પક્ષી પોતાની પાંખો ફેલાવે છે, અહીં સુધી કે તેમની બગલોની સફેદી નજર આવવા લગતી; કારણકે આ બંને બાજુઓને ફેલાવવામાં અને હાથને દૂર કરવામાં ખૂબ જ અતિશયોક્તિ છે.

હદીષથી મળતા ફાયદા

  1. સિજદામાં પોતાની કોળીઓને બાજુઓથી દૂર રાખવી જાઈઝ છે.
  2. અને જે કોઈ વ્યક્તિ નમાઝમાં આમ કરે અને તેની બાજુમાં નમાઝ પઢી રહેલા વ્યક્તિને તકલીફ થાય તો તેના માટે આમ કરવું જાઈઝ નથી.
  3. સિજદામાં બંને હાથ અને બાજુઓ વચ્ચે અંતર રાખવાના ઘણા ફાયદા અને હિકમતો છે, જેમકે: નમાઝ પઢવામાં ચુસ્તી વ્યક્ત કરવી, જ્યારે માનવી સિજદાના દરેક અંગોને જમીન પર મૂકી દે છે, તો દરેક અંગ ઈબાદતમાં લાગી જાય છે, અને કેટલાક લોકો તેની હિકમત એ પણ બતાવે છે કે આ સ્થિતિ વિનમ્રતાની વધુ માફક અને મોઢા અને નાકને સારી રીતે જમીન પર મિકવામાં મદદરૂપ થાય છે, અને તેનાથી દરેક અંગ પણ અલગ થઈ સ્પસ્ટ દેખાઈ છે.

ભાષાતર જુઓ

58 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
FR Français ફ્રેન્ચ
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية