1. હોમ
  2. કેટેગરીઓ
  3. અકીદો

હદીષ અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી દરેકને શંકા જરૂર થાય છે, પણ અલ્લાહ તઆલા તેને ભરોસા વડે દૂર કરી દે છે

عَنْ عَبْدِ اللهِ بْنِ مَسعودٍ رضي الله عنه عن رَسولِ اللهِ صلى الله عليه وسلم قال:
«الطِّيَرَةُ شِرْكٌ، الطِّيَرَةُ شِرْكٌ، الطِّيَرَةُ شِرْكٌ، -ثلاثًا-»، وَمَا مِنَّا إِلَّا، وَلَكِنَّ اللهَ عَزَّ وَجَلَّ يُذْهِبُهُ بِالتَّوَكُّلِ.

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું:
«અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, અપશુકન લેવું શિર્ક છે, -નબી ﷺ એ આ વાક્ય ત્રણ વખત કહ્યું-», આપણાં માંથી દરેકને શંકા જરૂર થાય છે, પણ અલ્લાહ તઆલા તેને ભરોસા વડે દૂર કરી દે છે.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે સુનન્ અબી દાઉદ - 3915

સમજુતી

નબી ﷺ એ અપશુકન લેવા બાબતે સખત ચેતવણી આપી છે, અને અપશુકન તે છે, જે કોઈ વસ્તુને સાંભળી અથવા કોઈને મનહૂસ સમજવું, તે પક્ષીઓ, જાનવરો, અસક્ષમ લોકો, સંખ્યાઓ, દિવસો વગેરે જેવી વસ્તુઓ હોય શકે છે, આ હદીષમાં પક્ષીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો કે તે અજ્ઞાનતા સમયે વિખ્યાત હતું, લોકો જ્યારે સફર કરતાં, અથવા વેપાર ધંધો વગરે જેવા કાર્યો કરતાં તો પક્ષી ઉડાડતા, જો પક્ષી જમણી બાજુ ઉડતું તો તેઓ તેને સારું સમજતા, અને જો તે પક્ષી ડાબી બાજુ જતું તો તેઓ નિરાશ થઈ જતાં અને તેને અપશુકનિય સમજતા અને તે કાર્ય છોડી દેતા. અને નબી ﷺ એ જણાવ્યું કે તે શિર્ક છે, અને અપશુયક લેવું તે શિર્ક છે; કારણકે દરેક પ્રકારની ભલાઈ અલ્લાહ તરફથી જ છે, અને બુરાઈને અલ્લાહ સિવાય કોઈ દૂર કરી શક્તિ નથી, જેનો કોઈ ભાગીદાર નથી.
અને અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ એ વર્ણન કર્યું કે આ વસ્તુ દરેક મુસલમાનના દિલમાં આવે છે, જેને તે અપશુકન સમજતો હોય છે, પરંતુ અલ્લાહ પર ભરોસો કરી તેના કારણો અપનવવાથી તે દૂર થઈ જાય છે.

હદીષથી મળતા ફાયદા

  1. અપશુકન લેવું શિર્ક છે; કારણકે તેના વડે કાર્યોનો આધાર અલ્લાહને છોડી અન્ય પર કરવામાં આવે છે.
  2. મહત્વપૂર્ણ કાર્યોને સતત વર્ણન કરવાની મહત્ત્વતા, જેથી તે યાદ થઈ જાય અને દિલમાં બેસી જાય.
  3. અપશુકન અલ્લાહ પર ભરોસો કરવાથી દૂર થઈ જાય છે.
  4. આ હદીષમાં ફક્ત એક અલ્લાહ પર ભરોસો કરવા, અને પોતાના દિલનો સંબંધ ફક્ત તેની સાથે જ બાંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ભાષાતર જુઓ

58 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية