1. હોમ
  2. કેટેગરીઓ
  3. અકીદો

હદીષ મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત અને ખૂબ દાનવીર છો, તો નબી ﷺએ કહ્યું: «તમે આ પ્રમાણેની વાત કરી શકો છો, પરંતુ શેતાન તમને પોતાનો વકીલ ન બનાવી લે». (કે કોઈ એવી વાત કહી દો, જે મારી પ્રતિષ્ઠા પ્રમાણે ન હોય)

عَن عَبدِ الله بنِ الشِّخِّير رضي الله عنه قَالَ:
انْطَلَقْتُ في وَفدِ بَنِي عَامِرٍ إِلى رَسُولِ الله صلى الله عليه وسلم، فَقُلنا: أَنتَ سيّدُنَا، فقال: «السَّيدُ اللهُ»، قُلنا: وَأَفْضَلُنا فَضْلاً، وأعظَمُنا طَوْلاً، فقال: «قُولُوا بِقَولِكُم، أَو بَعضِ قولِكُم، وَلَا يَسْتَجْرِيَنَّكُم الشَّيطَانُ».

અબ્દુલ્લાહ બિન શિખ્ખીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
હું બનૂ આમિર કબીલાના જૂથ સાથે નબી ﷺની મજલિસમાં આવ્યો, મેં કહ્યું: તમે અમારા સરદાર છો, નબી ﷺએ કહ્યું: «સરદાર તો અલ્લાહ તઆલા જ છે», મેં કહ્યું: તમે અમારા બધા કરતા પ્રતિષ્ઠિત અને ખૂબ દાનવીર છો, તો નબી ﷺએ કહ્યું: «તમે આ પ્રમાણેની વાત કરી શકો છો, પરંતુ શેતાન તમને પોતાનો વકીલ ન બનાવી લે». (કે કોઈ એવી વાત કહી દો, જે મારી પ્રતિષ્ઠા પ્રમાણે ન હોય).

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે સુનન્ અબી દાઉદ - 4806

સમજુતી

એક જૂથ નબી ﷺ પાસે આવ્યું, જ્યારે તેઓ નબી ﷺ ની સામે આવ્યા તો નબી ﷺ ના વખાણ કરવામાં કેટલાક એવા શબ્દો કહેવા લાગ્યા, જે નબી ﷺને પસંદ ન આવ્યા, તેઓએ કહ્યું: "તમે અમારા સરદાર છો", તો નબી ﷺ એ તેમને જવાબ આપ્યો: "સરદાર તો ફક્ત અલ્લાહ જ છે", તે પોતાની સૃષ્ટિ અને સમગ્ર સર્જન પર સંપૂર્ણ સત્તા ધરાવે છે, અને તે સૌ તેના બંદાઓ છે. તેઓએ કહ્યું: તમે અમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છો, તમને પ્રતિષ્ઠિતા,પદ અને સન્માન આપવામાં આવ્યું છે. અને તમે અમારા કરતા વધુ દાન કરનાર છો, અને તમે ખૂબ બુલંદ છો. નબી ﷺએ તેમને યોગ્ય માર્ગદર્શન આપ્યું કે તમે તમારા વાક્યો ખૂબ સાવચેતી સાથે કહો, અને શબ્દોમાં વધારો ન કરો, નહીં તો શેતાન તમને ગુલૂ (અતિશયોક્તિ) તરફ લઈ જશે અને જેના કારણે તમે હરામ કાર્ય શિર્ક અને તેના સ્ત્રોતમાં સપડાઈ જશો.

હદીષથી મળતા ફાયદા

  1. નબી ﷺની પ્રતિષ્ઠિતા અને સહાબાઓના હૃદયમાં નબી ﷺ પ્રત્યે આદર અને સન્માન.
  2. શબ્દોમાં અતિરેક કરવાથી રોક્યા છે, તેમજ વાતચીત કરવામાં મધ્યસ્થ માર્ગ અપનાવવામાં આવે.
  3. તૌહીદનો વિરોધ કરનારી દરેક વાતો અને કાર્યોથી તેની સુરક્ષા કરવામાં આવે.
  4. વખાણ કરવામાં અતિશયોક્તિ કરવી હરામ છે; કારણકે તે શૈતાનના દ્વાર માંથી છે.
  5. નબી ﷺ આદમની સંતાનના સરદાર છે, પરંતુ જે હદીષમાં કહેવામાં આવ્યું છે, તે વિનમ્રતા રૂપે કહેવામાં આવ્યું છે, અને તે ભયથી કે તેઓ વખાણ કરવામાં ગુલૂ (અતિશયોક્તિ) ન કરવા લાગે.

ભાષાતર જુઓ

59 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
FR Français ફ્રેન્ચ
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
IT Italiano ઇટાલિયન
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية