1. હોમ
  2. કેટેગરીઓ
  3. અકીદો

હદીષ જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામાં આવશે

عَنِ ابْنِ مَسْعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ:
قَالَ رَجُلٌ: يَا رَسُولَ اللهِ، أَنُؤَاخَذُ بِمَا عَمِلْنَا فِي الْجَاهِلِيَّةِ؟ قَالَ: «مَنْ أَحْسَنَ فِي الْإِسْلَامِ لَمْ يُؤَاخَذْ بِمَا عَمِلَ فِي الْجَاهِلِيَّةِ، وَمَنْ أَسَاءَ فِي الْإِسْلَامِ أُخِذَ بِالْأَوَّلِ وَالْآخِرِ».

અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
એક વ્યક્તિએ નબી ﷺ ને પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! અમે અજ્ઞાનતાના સમયે જે ગુનાહ કર્યા, શું તેના વિષે અમારી પાસે પૂછપરછ કરવામાં આવશે? નબી ﷺ એ જવાબ આપ્યો: «જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામાં આવશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહુલ્ બુખારી - 6921

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામ કાબૂલ કરવાની મહત્ત્વતા વર્ણન કરી છે. અને જે વ્યક્તિ ઇસ્લામ સ્વીકાર્યા પછી, નિખાલસતા સાથે સત્કાર્યો કરે, તો તેણે અજ્ઞાનતાના સમયે (ઇસ્લામ પહેલા) કરેલા ગુનાહ પર તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ અપનાવીને પણ ખરાબ કાર્યો કરવાનું ન છોડ્યું તો તે મુનફિક છે અથવા તે પોતાના દીનથી ફરી ગયો છે, માટે તેણે કુફ્રના સમયે કરેલા અમલો અને ઇસ્લામમાં કરેલા અમલો બંને પર તેની પકડ કરવામાં આવશે.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે સહાબાઓ પોતાના અજ્ઞાનતાના સમયે કરેલા કાર્યો પ્રત્યે અલ્લાહથી ડરતા હતા.
  2. ઇસ્લામ અપનાવ્યા પછી તેના પર અડગ રેહવા પ્રત્યે પ્રોત્સાહન.
  3. ઇસ્લામ અપનાવવાની મહત્ત્વતા, તે એ કે ઇસ્લામ અપનાવ્યા પછી પાછલા દરેક ગુનાહ માફ થઈ જાય છે.
  4. મૂર્તદ (ઇસ્લામથી ફરી જનાર) અને મુનફિકે અજ્ઞાનતાના સમયે કરેલા ગુનાહ અને ઇસ્લામમાં રહીને કરેલા ગુનાહ બંને બાબતે તેમની પકડ કરવામાં આવશે.

ભાષાતર જુઓ

69 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
FR Français ફ્રેન્ચ
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
JA 日本語 જાપનીઝ
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
FF Fulfulde الفولانية
IT Italiano ઇટાલિયન
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
BG Български البلغارية
AZ Azərbaycan Aserbaidschanisch
EL Ελληνικά اليونانية
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
LN Lingala اللينجالا
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
DA Dansk الدنماركية
RN Kirundi الكيروندي
YAO Yao الياو
KMR Kurmancî الكرمنجية
MS Bahasa Melayu الملايو