1. હોમ
  2. કેટેગરીઓ
  3. અકીદો

હદીષ નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે

عَنْ مُعَاذٍ رَضِيَ اللَّهُ عَنْهُ، قَالَ:
كُنْتُ رِدْفَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَلَى حِمَارٍ يُقَالُ لَهُ عُفَيْرٌ، فَقَالَ: «يَا مُعَاذُ، هَلْ تَدْرِي حَقَّ اللَّهِ عَلَى عِبَادِهِ، وَمَا حَقُّ العِبَادِ عَلَى اللَّهِ؟»، قُلْتُ: اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: «فَإِنَّ حَقَّ اللَّهِ عَلَى العِبَادِ أَنْ يَعْبُدُوهُ وَلا يُشْرِكُوا بِهِ شَيْئًا، وَحَقَّ العِبَادِ عَلَى اللَّهِ أَنْ لا يُعَذِّبَ مَنْ لا يُشْرِكُ بِهِ شَيْئًا»، فَقُلْتُ: يَا رَسُولَ اللَّهِ أَفَلاَ أُبَشِّرُ بِهِ النَّاسَ؟ قَالَ: «لا تُبَشِّرْهُمْ، فَيَتَّكِلُوا».

મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
હું આપ ﷺ સાથે ગધેડા પર પાછળ સવારી કરી રહ્યો હતો, આપ ﷺ એ કહ્યું: «હે મઆઝ શું તમે જાણો છો કે અલ્લાહનો હક તેના બંદાઓ પર શું છે? અને બંદાઓના હક અલ્લાહ પર શુ છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે», મેં કહ્યું: કે હે અલ્લાહ ના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? આપ ﷺ એ કહ્યું: «તમે તેમને ખુશખબરી ન આપો, ફરી તેઓ ફક્ત ઈમાન પર જ ભરોસો કરી લેશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહુલ્ બુખારી - 2856

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ બંદાઓ પર અલ્લાહના કયા કયા હકો (અધિકારો) છે અને અલ્લાહ પર તેના બંદાઓના કયા કયા હકો (અધિકારો) છે તે વર્ણન કર્યા છે, બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ ફક્ત એક અલ્લાહની જ ઈબાદત કરે તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવે, અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે જે ફક્ત તેની જ ઈબાદત કરતો હોય અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેહરાવતો હોય તેને તે અઝાબ ન આપે. ફરી જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? જેથી તેઓ આ કૃપા વડે ખુશ થાય? તો નબી ﷺ એ તેમને આવું કરવાથી રોક્યા, તે ભયથી કે લોકો ફક્ત તેના પર જ ભરોસો ન કરી લે.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં નબી ﷺ એ બંદાઓ પર અલ્લાહના જે હકો વાજિબ છે, તે વર્ણન કર્યા છે તે એ કે ફક્ત તેની જ ઈબાદત કરવામાં આવે અને તેની સાથે કોઈને ભાગીદાર ઠેહરાવવામાં ન આવે.
  2. આ હદીષમાં નબી ﷺ એ બંદાઓના તે હકો જે અલ્લાહએ પોતાના પર કૃપા અને નેઅમત રૂપે ફરજ કર્યા છે તેને પણ વર્ણન કર્યા છે તે એ કે અલ્લાહ તેમને જન્નતમાં દાખલ કરે અને તેમને અઝાબ ન આપે.
  3. આ હદીષમાં એકેશ્વરવાદી (તૌહીદ પરસ્ત) લોકો માટે મહાન ખુશખબર છે, જે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર નથી ઠેહરાવતા અને તેમનું ઠેકાણું જન્નત છે.
  4. આ હદીષને મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુ પહેલા ઇલ્મ છુપાવવાના ગુનાહમાં સપડાવવાના ભયથી વર્ણન કરી દીધી.
  5. આ હદીષમાં એક ચેતવણી આપવામાં આવી છે કે કેટલીક હદીષો કેટલાક લોકો સમક્ષ વર્ણન કરવામાં ન આવે કારણકે તેઓ તેનો અર્થ સમજી શકતા નથી, અને તેઓ એમ સમજશે કે કોઈ પણ અમલ કરવો જરૂરી નથી અને ન તો શરીઅતે કોઈ પણ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે.
  6. તૌહીદ વાળાઓનો મામલો અલ્લાહના હાથમાં છે, જો અલ્લાહ ઈચ્છે તો તેમને અઝાબ આપશે અને જો ઈચ્છે તો માફ કરી દેશે, છેવટે તેમને જન્નતમાં દાખલ કરી દે શે.

ભાષાતર જુઓ

69 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
FR Français ફ્રેન્ચ
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
JA 日本語 જાપનીઝ
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
FF Fulfulde الفولانية
IT Italiano ઇટાલિયન
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
BG Български البلغارية
AZ Azərbaycan Aserbaidschanisch
EL Ελληνικά اليونانية
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
LN Lingala اللينجالا
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
DA Dansk الدنماركية
RN Kirundi الكيروندي
YAO Yao الياو
KMR Kurmancî الكرمنجية
MS Bahasa Melayu الملايو