1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ ખરેખર આ દુનિયા શાપિત છે, અને તેમાં રહેલી દરેક વસ્તુ પણ શાપિત છે, અલ્લાહના નામના સ્મરણ સિવાય, અથવા જે તેના બરાબર છે, અને આલિમ અને વિદ્યાર્થીઓ સિવાય

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ سمعتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يقولُ:
«أَلاَ إِنَّ الدُّنْيَا مَلْعُونَةٌ، مَلْعُونٌ مَا فِيهَا، إِلاَّ ذِكْرُ اللهِ وَمَا وَالاَهُ وَعَالِمٌ أَوْ مُتَعَلِّمٌ».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«ખરેખર આ દુનિયા શાપિત છે, અને તેમાં રહેલી દરેક વસ્તુ પણ શાપિત છે, અલ્લાહના નામના સ્મરણ સિવાય, અથવા જે તેના બરાબર છે, અને આલિમ અને વિદ્યાર્થીઓ સિવાય».

હસન આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સુનન્ અત્ તિર્મિઝી - 2322

સમજુતી

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુઓ અલ્લાહ પાસે શાપિત, નિંદનીય, ત્યજી દીધેલી, ધૃતકારેલી તેમજ છોડી દીધેલી છે અને ન તો વખાણને પાત્ર છે; કારણકે દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુ ઉચ્ચ અલ્લાહથી વિચલિત અને દૂર કરી દે છે, અલ્લાહના નામનું સ્મરણ, અને જે તેની સમાન હોય, અથવા તેમાંથી જ હોય, અથવા જેને અલ્લાહ પસંદ કરે તે સિવાય, અથવા આલિમ અથવા વિદ્યાર્થીઓ સિવાય, જે કુરઆન અને હદીષનું ઇલ્મ શીખે છે અથવા લોકોને શીખવાડે છે.

હદીષથી મળતા ફાયદા

  1. દુનિયાની દરેક વસ્તુને સામાન્ય રીતે શાપિત ઠેરાવી જાઈઝ નથી; અન્ય બીજી હદીષો તેની પુષ્ટિ કરે છે, પરંતુ જે વસ્તુ અલ્લાહથી દૂર કરી દે અથવા વિચલિત કરી દે તેને શાપિત ઠેરાવી શકાય છે.
  2. અલ્લાહના નામનું સ્મરણ અને તેમાં સહાય કરતી દરેક વસ્તુ સિવાય જે કઈ પણ દુનિયામાં છે, તે રમતગમત અને મનોરંજન છે.
  3. જ્ઞાન, વિદ્વાનો અને વિદ્યાર્થીઓની મહત્ત્વતાનું વર્ણન.
  4. ઈમામ ઈબ્ને તૈય્મિય્યહ રહિમહુલ્લાહએ કહ્યું: દુનિયાની જે કઈ પણ વસ્તુની નિંદા કરવામાં આવે તે કા તો હરામ હોય છે, અથવા તે હલાલ, જેને મુકાબલો કરતા અથવા ગૌરવ ખાતર અથવા જે દેખાડો કરવાની નિયતે પ્રાપ્ત કરવામાં આવે, તે બુદ્ધિશાળી લોકો માટે નિંદનીય વસ્તુ છે.

ભાષાતર જુઓ

40 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية