1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ લોકોને શું થઈ ગયું છે કે તેઓ નમાઝમાં પોતાની નજરો આકાશ તરફ ઉઠાવે છે», નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના વિષે સખત વાત કહી, અહીં સુધી કહ્યું: «તેઓ આમ કરવાથી રુકી જાય અન્યથા તેમની આંખોની દૃષ્ટિ છીનવી લેવામાં આવશે

عَن أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا بَالُ أَقْوَامٍ يَرْفَعُونَ أَبْصَارَهُمْ إِلَى السَّمَاءِ فِي صَلاَتِهِمْ»، فَاشْتَدَّ قَوْلُهُ فِي ذَلِكَ، حَتَّى قَالَ: «لَيَنْتَهُنَّ عَنْ ذَلِكَ أَوْ لَتُخْطَفَنَّ أَبْصَارُهُمْ».

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«લોકોને શું થઈ ગયું છે કે તેઓ નમાઝમાં પોતાની નજરો આકાશ તરફ ઉઠાવે છે», નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના વિષે સખત વાત કહી, અહીં સુધી કહ્યું: «તેઓ આમ કરવાથી રુકી જાય અન્યથા તેમની આંખોની દૃષ્ટિ છીનવી લેવામાં આવશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહુલ્ બુખારી - 750

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને પોતાની આંખો નમાઝના સમયે આકાશ તરફ ઉઠાવવાથી સચેત કર્યા છે, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખૂબ જ ગંભીર અને સખત ઠપકો આપતા જણાવ્યું કે જે કોઈ પણ આમ કરશે, તેની આંખોની દૃષ્ટિ છીનવાઇ જશે, અને એટલી જડપી છીનવાઇ જશે કે તેને ખ્યાલ પણ નહીં આવે કે તે પોતાની દૃષ્ટિથી વંચિત થઈ ગયો.

હદીષથી મળતા ફાયદા

  1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો સત્ય વાત વર્ણન કરવાનો સારો અંદાજ, કે તેમણે આદેશોનું ઉલંઘન કરનાર લોકોને જાહેર ન કર્યા; કારણકે હેતુ સત્ય વાત પહોંચાડવાનો છે, તે પ્રાપ્ત થઈ ગયો; જે વિરોધીઓ વિષે છુપાવે છે અને તેમને વાત સ્વીકારવા તરફ આકર્ષિત કરે છે.
  2. નમાઝમાં આકાશ તરફ આંખો ઉઠાવવાની પ્રતિબંધતા અને તેમના માટે સખત ચેતવણીનું વર્ણન.
  3. ઔનુલ્ મઅબૂદમાં કહ્યું: નમાઝમાં આકાશ તરફ આંખો ઉઠાવવાની પ્રતિબંધતાનું કારણકે તે કિબલાની દિશા તરફથી હટી જશે, જેના કારણે તે નમાઝની યોગ્ય સ્થિતિથી દૂર થઈ જશે.
  4. નમાઝમાં આંખો ઉઠાવવી તે યોગ્ય વિનમ્રતા વિરુદ્ધ છે.
  5. નમાઝની મહત્ત્વતા, અને એ કે નમાઝ પઢનાર વ્યક્તિ એ અલ્લાહ સમક્ષ સંપૂર્ણ અદબ અને તેના યોગ્ય તરીકાનો ખયાલ રાખવો જોઈએ.

ભાષાતર જુઓ

39 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية