1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ તમારા કરતા પહેલાના લોકોમાં એક વ્યક્તિને એક ઘા થયો હતો, તેનાથી તે ઘા સહન ન થયો, તેણે એક છરી લીધી અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તો લોહી રુક્યું નહીં અને તેને મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, મેં તેના માટે જન્નત હરામ કરી દીધી

عَن الحَسَنِ قال: حَدَّثنا جُنْدَبُ بْنُ عَبْدِ اللَّهِ رضي الله عنه، فِي هَذَا المَسْجِدِ، وَمَا نَسِينَا مُنْذُ حَدَّثَنَا، وَمَا نَخْشَى أَنْ يَكُونَ جُنْدُبٌ كَذَبَ عَلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صلّى الله عليه وسلم:
«كَانَ فِيمَنْ كَانَ قَبْلَكُمْ رَجُلٌ بِهِ جُرْحٌ، فَجَزِعَ، فَأَخَذَ سِكِّينًا فَحَزَّ بِهَا يَدَهُ، فَمَا رَقَأَ الدَّمُ حَتَّى مَاتَ، قَالَ اللَّهُ تَعَالَى: بَادَرَنِي عَبْدِي بِنَفْسِهِ، حَرَّمْتُ عَلَيْهِ الجَنَّةَ».

હસન રિવાયત કરે છે તેઓ કહે છે: જુન્દુબ બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ આ જ મસ્જિદમાં અમને એક હદીષ વર્ણન કરી, અત્યાર સુધી એ વાત હું ભૂલયો નથી અને ન તો મને અંદેશો છે કે જુન્દુબે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફથી જૂઠી વાત કહી હશે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા કરતા પહેલાના લોકોમાં એક વ્યક્તિને એક ઘા થયો હતો, તેનાથી તે ઘા સહન ન થયો, તેણે એક છરી લીધી અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તો લોહી રુક્યું નહીં અને તેને મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, મેં તેના માટે જન્નત હરામ કરી દીધી».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહુલ્ બુખારી - 3463

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તમારા કરતા પહેલા એક વ્યક્તિને ઘા થયો હતો, તેને તેનો દુઃખાવો સહન ન થયો અને તેના પર સબર પણ ન કરી શક્યો, તેણે એક ચાકુ લીધું, અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તેણે ઉતાવળ કરી અને લોહી સતત વહેવા લાગ્યું, જેથી તેનું મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, તેના પર જન્નત હરામ થઈ ગઈ.

હદીષથી મળતા ફાયદા

  1. મુસીબત પર સબર કરવાની મહત્ત્વતા, દર્દ અને દુખાવા પર કોઈ સખત પગલું ભરવું ન જોઈએ જેના કારણે એ દુઃખ કરતા કેટલા અંશ વધારે દુઃખ ઉઠાવવું પડે.
  2. ભલાઈ અને નેકીના હેતુથી ભૂતકાળની કોમો વિશે વાર્તાલાપ કરી શકાય છે.
  3. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આમાં અલ્લાહના હકનું ધ્યાન રાખવું જોઈએ, અને તેણે કરેલ સર્જન પર દયાનું પણ ધ્યાન રાખવું જોઈએ, તેણે પોતાને જ કતલ કરવું હરામ કર્યું છે, કારણકે આ પ્રાણ અલ્લાહની અમાનત છે.
  4. એવા સ્ત્રોતને અપનાવવા હરામ છે, જે માણસની જાન લઈ લે, તેમજ તેના વિષે સખત ચેતવણી પણ આપવામાં આવી છે.
  5. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: તેણે મૃત્યુનો ઈરાદો કરી લીધો, ન કે સારવાર કરવાનો, જેનાથી તેને વધુ ફાયદો પહોંચતો.

ભાષાતર જુઓ

44 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية