1. હોમ
  2. કેટેગરીઓ
  3. અકીદો

હદીષ હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો

عَنْ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّهُ جَاءَ إِلَى الحَجَرِ الأَسْوَدِ فَقَبَّلَهُ، فَقَالَ: إِنِّي أَعْلَمُ أَنَّكَ حَجَرٌ، لاَ تَضُرُّ وَلاَ تَنْفَعُ، وَلَوْلاَ أَنِّي رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُقَبِّلُكَ مَا قَبَّلْتُكَ.

ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
તેઓ હજરે અસ્વદ પાસે આવ્યા, બોસો આપ્યો અને કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહુલ્ બુખારી - 1597

સમજુતી

ઇમાનવાળાઓના આગેવાન ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ હજરે અસ્વદ પાસે આવ્યા, જે ખાનએ કઅબ સાથે જોડાયેલો છે, તેને બોસો આપ્યો, બોસો આપી લીધા પછી કહ્યું: હું જાણું છું કે તું એક પથ્થર છે, ન તો તું કોઈ નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કોઈ ફાયદો, જો મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તને બોસો આપતા ન જોયા હોત, તો હું પણ તને બોસો ન આપતો.

હદીષથી મળતા ફાયદા

  1. તવાફ કરનારા માટે હજરે અસ્વદનો બોસો લેવો જાઈઝ છે, જો તેઓ તેની નજીક હોય અને સહુલત હોય તો.
  2. હજરે અસ્વદનો બોસો લેવાનો હેતુ બસ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ છે.
  3. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષનો અર્થ કે પથ્થરમાં ફાયદો તેમજ નુકસાન પહોંચાડવાની કોઈ ગુણવત્તા નથી, તે તો અન્ય સર્જનની જેમ જ એક સર્જન છે, જેમા ફાયદો અને નુકસાન પહોંચાડવાની કોઈ ગુણવત્તા હોતી નથી, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ (હજના સમયે) તેની સૂચના આપી, જેથી અલગ અલગ શહેરો માંથી ખાનએ કઅબાની ઝિયારત માટે આવનાર લોકો તેના પર સાક્ષી આપે અને આ વાતની સુરક્ષા કરે.
  4. અલ્ ઈબાદાત અત્ તૌકીફીય્યહ (અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા નક્કી કરેલ ઈબાદતના કાર્યો): ઈબાદતો અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ વર્ણવેલ પ્રમાણે જ કરવામાં આવશે.
  5. જો ઈબાદત યોગ્ય હોય, તો તેના પર અમલ કરવામાં આવશે, ભલેને તેની હિકમત ખબર ન હોય; કારણકે તેને કરવામાં લોકોનું અનુસરણ અને આજ્ઞા પાલનના આદેશો માંથી છે.
  6. ઈબાદત સમજી કોઈ પણ વસ્તુનો બોસો લેવો હરામ છે, જેને શરીઅતે કોઈ પરવાનગી આપી ન હોય, જેવું કે પથ્થર વગેરે.

ભાષાતર જુઓ

43 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية