1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ જ્યારે તમે (રમઝાન)નો ચાંદ જુઓ, તો રોઝા રાખો અને (શવ્વાલ)નો ચાંદ જોવો તો રોઝો છોડી દો અને જો વાદળ છવાઇ જાય તો ગણતરી પુરી કરો (અર્થાત્ ત્રીસ દિવસ પુરા કરી લો)

عَنْ ابْنَ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ: سَمِعْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِذَا رَأَيْتُمُوهُ فَصُومُوا، وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا، فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدُرُوا لَهُ».

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«જ્યારે તમે (રમઝાન)નો ચાંદ જુઓ, તો રોઝા રાખો અને (શવ્વાલ)નો ચાંદ જોવો તો રોઝો છોડી દો અને જો વાદળ છવાઇ જાય તો ગણતરી પુરી કરો (અર્થાત્ ત્રીસ દિવસ પુરા કરી લો)».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહુલ્ બુખારી - 1900

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રમઝાન મહિનો શરૂ થવા અને ખતમ થવાની નિશાની જણાવતા કહ્યું: જ્યારે તમે રમઝાનનો ચાંદ જોવો તો રોઝા રાખો, જો વાદળ આવી જાય અને ચાંદ નજર ન આવે, મામલો શંકાસ્પદ બની જાય તો શઅબાન મહિનાની ત્રીસ દિવસની ગણતરી પુરી કરો, અને જો શવ્વાલ મહિનાનો ચાંદ નજર આવી જાય, તો રોઝા છોડી દો, જો વાદળ આવી જાય અને ચાંદ નજર ન આવે, મામલો શંકાસ્પદ બની જાય તો રમઝાનના મહિનાની ત્રીસ દિવસની ગણતરી પુરી કરો.

હદીષથી મળતા ફાયદા

  1. મહિનાનો ફેરફાર ચાંદ જોઈ કરવામાં આવશે, ફક્ત હિસાબ લગાવી કરવામાં ન આવે.
  2. ઈમામ ઇબ્ને મુન્ઝિર રહિમહુલ્લાહએ આ વાત પર ઇજમાઅ નકલ કર્યો છે કે ચાંદ ન દેખાઈ તો ફક્ત હિસાબ લગાવી રમઝાનના રોઝા જરૂરી નહીં થાય.
  3. જો વાદળ આવી જાય અને ચાંદ ન દેખાઈ, તેમજ એવી સ્થિતિ ઉભી થાય અને મામલો શંકાસ્પદ બની જાય, તો શઅબાન મહિનાની ત્રીસ દિવસની ગણતરી પુરી કરવી જરૂરી છે.
  4. ચાંદ પ્રમાણે મહિનો ઓગણત્રીસ અથવા ત્રીસ દિવસનો જ હોય છે.
  5. જો વાદળ આવી જાય અને શવ્વાલનો ચાંદ ન દેખાઇ અને એવી સ્થિતિ ઉભી થાય કે મામલો શંકાસ્પદ બની જાય તો રમઝાન મહિનાના ત્રીસ દિવસ પુરા કરવા જરૂરી છે.
  6. જો કોઈ વ્યક્તિ એવી જગ્યાએ હોય કે જ્યાં રોઝામાં મુસ્લિમોની બાબતોને તપાસવા માટે કોઈ ન હોય, અથવા તે પોતે આ તરફ ધ્યાન ન આપે, તો તેણે તેના વિશે સાવચેત રહેવું જોઈએ અને તેને કોઈ વ્યક્તિ દ્વારા શોધવું જોઈએ જે તેને જોઈને તેની પુષ્ટિ કરે, અથવા જેના પર તે ભરોસો કરે છે તેને જોઈને, અને તે આ રીતે રોઝા રાખી શકે છે અને તે મુજબ રોઝા તોડી શકે છે.

ભાષાતર જુઓ

51 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية