1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ પેન્ટ અથવા સલવારનો જે ભાગ ઘૂંટીની નીચે હશે, તે ભાગ આગમાં હશે

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا أَسْفَلَ مِنَ الكَعْبَيْنِ مِنَ الإِزَارِ فَفِي النَّارِ».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«પેન્ટ અથવા સલવારનો જે ભાગ ઘૂંટીની નીચે હશે, તે ભાગ આગમાં હશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહુલ્ બુખારી - 5787

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક પુરુષને ચેતવણી આપી છે કે તેઓ તે દરેક કપડું જે શરીરના નીચા ભાગમાં પહેરવામાં આવતું હોય, જેવું કે સલવાર, પેન્ટ, અથવા કોઈ પણ કપડું તેને ઘૂંટીથી નીચે ન પહેરવું જોઈએ, જો તેનું કપડું ઘૂંટીની નીચે હશે, તો એટલા ભાગની સજા જહન્નમની સજા હશે.

હદીષથી મળતા ફાયદા

  1. પુરુષોને ઘૂંટીની નીચે કપડું પહેરવાથી રોક્યા છે, અને એ કે તે કબીરહ ગુનાહ (મહા પાપ) માંથી છે.
  2. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: જરૂરતના સમયે કપડાને ઘૂંટીની નીચે લટકાવી શકીએ છીએ, ઉદાહરણ તરીકે કોઈને ઘૂંટી પર જ કોઈ ઇજા થઇ હોય અને ઝખ્મ થઈ ગયું હોય અને તે જગ્યાએ તેને માખીઓ પરેશાન કરતી હોય તો તે કપડાં વડે ઢાંકી શકે છે.
  3. આ આદેશ ફક્ત પુરુષો માટે ખાસ છે, કારણકે સ્ત્રીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ પોતાના કપડું ઘૂંટીની નીચે લાંબુ કરીને પહેરે.

ભાષાતર જુઓ

41 ભાષા
EN English અંગ્રેજી
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية