1. હોમ
  2. કેટેગરીઓ
  3. દઅવત અને વેપાર ધંધો

હદીષ ભવિષ્યમાં તમારા પર કેટલાક એવા અમીર (હોદ્દેદારો) નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક કાર્યો તમને પસંદ આવશે અને કેટલાક પસંદ નહીં આવે, જે વ્યક્તિ તેમના (ખરાબ કાર્યોને) ખરાબ કહેશે, તો તે ગુનાહથી બચી જશે અને જે વ્યક્તિ તેમના ખરાબ કાર્યોનો ઇન્કાર કરશે તો તે પણ સલામત રહેશે, પરંતુ જે વ્યક્તિ (તેમના ખરાબ કાર્યો પર) ખુશ થશે અને તેનું અનુસરણ કરશે, તો તે પણ (તેમની માફક જ નષ્ટ થઈ જશે)

عَنْ أُمِّ سَلَمَةَ أُمِّ المُؤمنين رضي الله عنها: أَنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ:
«سَتَكُونُ أُمَرَاءُ فَتَعْرِفُونَ وَتُنْكِرُونَ، فَمَنْ عَرَفَ بَرِئَ، وَمَنْ أَنْكَرَ سَلِمَ، وَلَكِنْ مَنْ رَضِيَ وَتَابَعَ» قَالُوا: أَفَلَا نُقَاتِلُهُمْ؟ قَالَ: «لَا، مَا صَلَّوْا».

ઉમ્મુલ્ મુઅમિનીન સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«ભવિષ્યમાં તમારા પર કેટલાક એવા અમીર (હોદ્દેદારો) નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક કાર્યો તમને પસંદ આવશે અને કેટલાક પસંદ નહીં આવે, જે વ્યક્તિ તેમના (ખરાબ કાર્યોને) ખરાબ કહેશે, તો તે ગુનાહથી બચી જશે અને જે વ્યક્તિ તેમના ખરાબ કાર્યોનો ઇન્કાર કરશે તો તે પણ સલામત રહેશે, પરંતુ જે વ્યક્તિ (તેમના ખરાબ કાર્યો પર) ખુશ થશે અને તેનું અનુસરણ કરશે, તો તે પણ (તેમની માફક જ નષ્ટ થઈ જશે)» લોકોએ સવાલ કર્યો શું અમે તેમની સાથે યુદ્ધ ન કરીએ? નબી ﷺ એ કહ્યું: «ના, (આવું ન કરતા) જ્યાં સુધી તેઓ નમાઝ પઢતા રહે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહ મુસ્લિમ - 1854

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે આપણા પર એવા હોદ્દેદારો નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક અમલ આપણે જાણતા હશું, તેમાંથી જે કાર્યો શરીઅત પ્રમાણે હશે તેમની પુષ્ટિ કરીશું અને જે શરીઅત વિરુદ્ધ હશે તેનો ઇન્કાર કરીશું, જે વ્યક્તિ ગુનાહને દિલમાં બુરાઈ સમજશે, અને તેની પાસે ઇન્કાર કરવાની શક્તિ નહીં હોય તો તે વ્યક્તિ નિફાક અને ગુનાહથી પાક ગણવામાં આવશે, અને જે વ્યક્તિ પોતાના હાથ અને જબાન વડે ઇન્કાર કરવાની શક્તિ ધરાવતો હશે અને તે ઇન્કાર પણ કરશે તો તે ગુનાહથી સુરક્ષિત થઈ જશે અને તેમની સાથે સહભાગી બનવાથી બચી જશે, પરંતુ જે વ્યક્તિ તેમનાથી ખુશ થશે અને તેમનું અનુસરણ કરશે તો તે પણ તેમની માફક જ નષ્ટ થઈ જશે.
ફરી લોકોએ નબી ﷺ ને સવાલ કર્યો: તેમના આ લક્ષણોના કારણે શું અમે તેમની સાથે યુદ્ધ ન કરીએ? નબી ﷺ એ લોકોને આવું કરવાથી રોક્યા, અને કહ્યું: જ્યાં સુધી તેઓ તમારી વચ્ચે નમાઝ પઢતા રહે ત્યાં સુધી તમે તેમની સામે યુદ્ધ ન કરો.

હદીષથી મળતા ફાયદા

  1. નબી ﷺ ની નુબૂવ્વતની નિશાનીઓ માંથી એક તે પણ છે કે નબી ﷺ એ ગેબની વાતો વિશે જે જાણકારી આપી છે તે જરૂર થઈને જ રહેશે.
  2. કોઈ ગુનાહના કાર્ય પર ખુશ થવું અથવા તેનો કોઈ પણ રીતે સાથ આપવો જાઈઝ નથી, તેનો ઇન્કાર વાજિબ (અનિવાર્ય) છે.
  3. જ્યારે કોઈ હોદ્દેદાર શરીઅત વિરુદ્ધ આદેશ આપે તો તે બાબતમાં તેનું અનુસરણ કરવું જાઈઝ નથી.
  4. મુસલમાન હોદ્દેદારો વિરુદ્ધ મોરચા કાઢવા પર રોક લગાવી છે; જેના કારણે ભષ્ટાચાર ફેલાય છે, ખૂનામરકી અને અશાંતિ ફેલાય છે, એટલા માટે નાફરમાન શાસકોની અવજ્ઞાને સહન કરવી અને તેમના તરફથી મળતી તકલીફ પર સબર કરવું વધારે સરળ છે.
  5. નમાઝનું એક અલગ જ મહત્વ છે, તે કુફ્ર અને ઇસ્લામ વચ્ચે તફાવત કરવાવાળી છે.

ભાષાતર જુઓ

59 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
JA 日本語 જાપનીઝ
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية