1. હોમ
  2. કેટેગરીઓ
  3. અકીદો

હદીષ અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
«أَحَبُّ الْبِلَادِ إِلَى اللهِ مَسَاجِدُهَا، وَأَبْغَضُ الْبِلَادِ إِلَى اللهِ أَسْوَاقُهَا».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહ મુસ્લિમ - 671

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વર્ણન કરી રહ્યા છે કે અલ્લાહ પાસે દરેક જગ્યામાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે; કારણકે તે અનુસરણનું ઘર છે, તકવાનો પાયો છે, તેમજ તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે: કારણકે ત્યાં સૌથી વધારે ધોખો, વ્યાજ, જૂઠી કસમો, વચનભંગ તેમજ અલ્લાહના ઝિક્રથી દૂરી માટેનો સ્ત્રોત છે.

હદીષથી મળતા ફાયદા

  1. મસ્જિદો અને તેની જગ્યાની પવિત્રતા; કારણકે તે જગ્યાએ વધુમાં વધુ અલ્લાહનું નામ લેવામાં આવે છે.
  2. આ હદીષમાં મસ્જિદોને પકડી રાખવા પર જોર આપ્યું છે, તેની તરફ વધુમાં વધુ જવું, અલ્લાહની મોહબ્બત અને તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, અને બજારોમાં ઓછું ધ્યાન દોરવું જોઈએ, ફક્ત જરૂરત પ્રમાણે જ જવું જોઈએ, કારણકે તે અવજ્ઞાના સ્ત્રોત માંથી એક સ્ત્રોત છે.
  3. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: મસ્જિદ બરકત ઉતરવાની જગ્યા છે અને બજાર તેની વિરુદ્ધ.

ભાષાતર જુઓ

37 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية