1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ નબી ﷺ અમારી વચ્ચે આવ્યા, અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે એ તો જાણી ગયા છે કે તમારા પર સલામ કઈ રીતે મોકલીએ, પરંતુ અમે તમારા ઉપર દરૂદ કંઈ રીતે મોકલીએ?

عَنْ عَبْدِ الرَّحْمَنِ بْنِ أَبِي لَيْلَى قَالَ: لَقِيَنِي كَعْبُ بْنُ عُجْرَةَ، فَقَالَ: أَلاَ أُهْدِي لَكَ هَدِيَّةً؟
إِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ خَرَجَ عَلَيْنَا، فَقُلْنَا: يَا رَسُولَ اللَّهِ، قَدْ عَلِمْنَا كَيْفَ نُسَلِّمُ عَلَيْكَ، فَكَيْفَ نُصَلِّي عَلَيْكَ؟ قَالَ: «فَقُولُوا: اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ عَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، اللَّهُمَّ بَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ عَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ».

અબ્દુર્ રહમાન બિન અબી લૈલા રિવાયત કરે છે કે કઅબ બિન ઉજરહ મને મળ્યા અને કહ્યું: શું હું તમને ભેટ ન આપું?
નબી ﷺ અમારી વચ્ચે આવ્યા, અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે એ તો જાણી ગયા છે કે તમારા પર સલામ કઈ રીતે મોકલીએ, પરંતુ અમે તમારા ઉપર દરૂદ કંઈ રીતે મોકલીએ? નબી ﷺએ કહ્યું: «"અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદિવ વઅલા આલી મુહમ્મદ, કમા સોલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા બારક્તા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ" (હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું, હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું)».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહુલ્ બુખારી - 6357

સમજુતી

સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ નબી ﷺને સવાલ કર્યો કે અમે તમારા પર દરૂદ કઈ રીતે પઢીએ? તમારા પર સલામ મોકલવાનો તરીકો જાણ્યા પછી, જે અત્તહિય્યાતમાં પઢીએ છીએ: "અસ્સલામુ અલયક અય્યોહન્ નબીયયું વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ..."? તો નબી ﷺએ તેમના પર દરૂદ પઢવાનો તરીકો અને તેનો અર્થ શિખવાડયો. "અલ્લાહુમ્મ સોલ્લિ અલા મુહમ્મદ વ અલા આલિ મુહમ્મદ" અર્થાત્: તે સર્વોચ્ચ, ઉચ્ચ સુંદર ઉલ્લેખ સાથે, તેના દીનમાં તેના અનુયાયીઓ અને તેના સંબંધીઓમાં મોમિનો સાથે તેમની પ્રશંસા કરો. "કમા સોલ્લયત અલા ઈબ્રાહીમ" જેમ તમે ઈબ્રાહીમ અલૈહિસ્ સલામના કુટુંબ પર કૃપા કરી, તેમના પર ઈબ્રાહીમ, ઇસ્માઇલ અને ઇસ્હાક અને તેમના વંશ અને તેમના વફાદાર અનુયાયીઓ પર શાંતિ ઉતરી, તેવી જ રીતે મુહમ્મદ ﷺ પર કૃપા ઉતરે, . "ઇન્નક હમીદુમ્ મજીદ" અર્થાત્: પ્રસંશનીય પોતાની ઝાતમાં, તેના લક્ષણોમાં તેના કામોમાં તેની વિશાળ કૃપામાં અને તેના માલિક હોવામાં અને ખૂબ આપનાર. "અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદ વઅલા આલિ મુહમ્મદ, કમા બારકત અલા આલિ ઈબ્રાહીમ" અર્થાત્: તેમને સૌથી મોટી ભલાઈ અને પ્રતિષ્ઠા આપો, અને તેમને વધારો અને પુષ્ટિ આપો.

હદીષથી મળતા ફાયદા

  1. પાછલા લોકો જ્ઞાનની બાબતોમાં પૂછતાછ કરતાં હતા.
  2. નમાંઝમાં છેલ્લા તશફહ્હુદમાં, મુહમ્મદ ﷺ પર દરુદ પઢવું ફરજિયાત છે.
  3. આ હદીષમાં નબી ﷺ તેમના સાથીઓને તેમને દરૂદ અને સલામ પઢવાની રીત શીખવાડી રહ્યા છે.
  4. આ તરીકો નબી ﷺ પર દરૂદ પઢવા માટેનું સૌથી સંપૂર્ણ તરીકો છે,

ભાષાતર જુઓ

58 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
FR Français ફ્રેન્ચ
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
IT Italiano ઇટાલિયન
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية