1. હોમ
  2. કેટેગરીઓ
  3. કુરઆન મજીદ અને તેના વિષયો

હદીષ અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને અમે શક્તિશાળી યુવાન હતા, અમે કુરઆન શીખતાં પહેલા ઇમાન શીખ્યું, ફરી કુરઆન શીખ્યા, તેથી અમારું ઇમાન ઘણું વધી ગયું

عَنْ جُنْدُبِ بْنِ عَبْدِ اللَّهِ رَضيَ اللهُ عنهُ قَالَ:
كُنَّا مَعَ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ وَنَحْنُ فِتْيَانٌ حَزَاوِرَةٌ، فَتَعَلَّمْنَا الإِيمَانَ قَبْلَ أَنْ نَتَعَلَّمَ القُرْآنَ، ثُمَّ تَعَلَّمْنَا القُرْآنَ، فَازْدَدْنَا بِهِ إِيمَانًا.

જુન્દુબ બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને અમે શક્તિશાળી યુવાન હતા, અમે કુરઆન શીખતાં પહેલા ઇમાન શીખ્યું, ફરી કુરઆન શીખ્યા, તેથી અમારું ઇમાન ઘણું વધી ગયું.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સુનન્ ઈબ્ને માજા - 61

સમજુતી

જુન્દુબ બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને તે સમયે અમે યુવાન હતા, પુખ્તવયની નજીક હતા, મજબૂત અને શક્તિશાળી હતા, તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે કુરઆન શીખતાં પહેલા ઇમાન વિશે જાણ્યું અને ઇમાન શીખી લીધા પછી કુરઆન શીખ્યા, તો અમારું ઇમાન ઘણું વધી ગયું.

હદીષથી મળતા ફાયદા

  1. ખરેખર ઇમાન વધે છે અને ઘટી પણ શકે છે, તેનું વર્ણન.
  2. બાળકોની તરબીયત વખતે પ્રાથમિકતા આપવી, અને તેઓ વધુમાં વધુ ઈમાન શીખે તે બાબતે ખાતરી કરવી.
  3. કુરઆન દ્વારા ઇમાન વધે છે, દિલ પ્રકાશિત થાય છે અને મન પ્રચલિત થાય છે.

ભાષાતર જુઓ

29 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TH ไทย થાય
AS অসমীয়া આસામી
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية