1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ લોકો તમારા માંથી દરેક પોતાના પાલનહારને પોકારી રહ્યો છે, માટે કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે

عَنْ أَبِي سَعِيدٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
اعْتَكَفَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي المَسْجِدِ، فَسَمِعَهُمْ يَجْهَرُونَ بِالقِرَاءَةِ، فَكَشَفَ السِّتْرَ، فَقَالَ: «أَلَا إِنَّ كُلَّكُمْ مُنَاجٍ رَبَّهُ، فَلَا يُؤْذِيَنَّ بَعْضُكُمْ بَعْضًا، وَلَا يَرْفَعْ بَعْضُكُمْ عَلَى بَعْضٍ فِي القِرَاءَةِ»، أَوْ قَالَ: «فِي الصَّلَاةِ».

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મસ્જિદમાં એઅતિકાફ કર્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને ઊંચા અવાજે કુરઆન મજીદની કિરઅત કરતા સાંભળ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડદો હટાવ્યો અને કહ્યું: «લોકો તમારા માંથી દરેક પોતાના પાલનહારને પોકારી રહ્યો છે, માટે કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, અને તમારા માંથી કોઈ એકબીજાની તિલાવતમાં અવાજ ઉંચો ન કરે», અથવા કહ્યું: નમાઝ પઢતા પોતાનો અવાજ ઉંચો ન કરશો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સુનન્ અબી દાઉદ - 1332

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે મસ્જિદના ખૂણે એઅતિકાફમાં બેઠા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કેટલાંક લોકોને ઊંચા અવાજે કુરઆન મજીદની તિલાવત કરતા સાંભળ્યા, જેના દ્વારા અન્ય લોકોને તકલીફ થઈ રહી હતી. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પડદો હટાવ્યો અને તેમને આ કામ પર ટોકયા અને ગુસ્સે થયા અને કહ્યું: તમારા માંથી દરેક કુરઆન મજીદની તિલાવત કરી પોતાના પાલનહારને પોકારે, તો ઊંચા અવાજે ન પોકારે અને એકબીજાને તકલીફ પણ ન આપે, અને તિલાવત કરતા અથવા નમાઝ પઢતી વખતે અવાજ ઉંચો ન કરે.

હદીષથી મળતા ફાયદા

  1. કુરઆન મજીદ ઊંચા અવાજે પઢવા પર રોક લગાવી છે, જ્યારે કોઈને તકલીફ થતી હોય.
  2. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સાથીઓને કુરઆન મજીદની તિલાવત કરવાના કેટલાક આદાબ શીખવાડ્યા.

ભાષાતર જુઓ

29 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TH ไทย થાય
AS অসমীয়া આસામી
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية