1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ જો લોકો જાણી લેતા કે પહેલી સફ અને અઝાન આપવામાં કેટલો ભવ્ય સવાબ છે, પછી તેમની વચ્ચે ચિઠ્ઠી ઉછાળવા સિવાય બીજો કોઈ ઉપાય ન રહેતો તો તેઓ તેના માટે એ પ્રમાણે જ કરતા

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَوْ يَعْلَمُ النَّاسُ مَا فِي النِّدَاءِ وَالصَّفِّ الْأَوَّلِ ثُمَّ لَمْ يَجِدُوا إِلَّا أَنْ يَسْتَهِمُوا عَلَيْهِ لَاسْتَهَمُوا، وَلَوْ يَعْلَمُونَ مَا فِي التَّهْجِيرِ لَاسْتَبَقُوا إِلَيْهِ، وَلَوْ يَعْلَمُونَ مَا فِي الْعَتَمَةِ وَالصُّبْحِ لَأَتَوْهُمَا وَلَوْ حَبْوًا».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જો લોકો જાણી લેતા કે પહેલી સફ અને અઝાન આપવામાં કેટલો ભવ્ય સવાબ છે, પછી તેમની વચ્ચે ચિઠ્ઠી ઉછાળવા સિવાય બીજો કોઈ ઉપાય ન રહેતો તો તેઓ તેના માટે એ પ્રમાણે જ કરતા અને જો લોકોને જાણ થઈ જાય કે નમાઝ પઢવા માટે વહેલા આવવામાં કેટલો ભવ્ય સવાબ છે, તો તેના માટે તેઓ એકબીજા કરતા આગળ વધવાનો પ્રયત્ન કરતા, અને જો લોકોને જાણ થઈ જાય કે ઇશાની નમાઝ અને ફજરની નમાઝ પઢવાનો કેટલો ભવ્ય સવાબ છે તો થાપા ઘસેડીને પણ તેના માટે આવતા».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહ મુસ્લિમ - 437

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કે જો લોકોને જાણ થઈ જાય કે અઝાન અને પહેલી સફનો કેટલો ભવ્ય સવાબ, બરકત અને કૃપા પ્રાપ્ત થશે તો તેઓ તેના માટે અર્થાત અઝાન અને પહેલી સફમાં નમાઝ પઢવા માટે લોકોની ભીડના કારણે ચિઠ્ઠી સિવાય બીજો કોઈ ઉપાય ન જોતા, તો તેઓ ચિઠ્ઠી ઉછાળતા, જેનું નામ નીકળે તે અઝાન આપે અને પહેલી સફમાં ઉભો રહે, જો લોકોને એ પણ જાણ થઈ જાય કે તકબીરે તહરીમાં સાથે નમાઝ પઢવાનો કેટલો સવાબ છે તો તેઓ એકબીજાથી આગળ વધવાનો પ્રયત્ન કરતા અને જો તેમને ઇશા અમે ફજરની નમાઝના મળતા સવાબનો અંદાજો આવી જાય તો શિશુ જાત બાળક જે પ્રમાણે પોતાના થાપા ખસેડી આગળ વધતો હોય છે એ જ પ્રમાણે લોકો પણ તે નમાઝમાં જરૂર હાજર રહેતા.

હદીષથી મળતા ફાયદા

  1. અઝાન આપવાની મહત્ત્વતાનું વર્ણન.
  2. પહેલી સફમાં ઉભા રહેવું તેમજ ઇમામની નજીક ઉભા રહેવાની મહત્ત્વતાનું વર્ણન.
  3. તકબીર તહરીમા સાથે નમાઝ પઢવાનું વર્ણન કે તેને મુસ્તહબ સમયમાં પઢવામાં આવે; તેની મહાનતા અને કૃપા ઘણી છે, તેમજ તેના ઘણા ફાયદા છે, જેમ કે: પ્રથમ સફમાં નમાઝ પઢવાનો સવાબ, નમાઝ તેના અવ્વલ સમયમાં પઢવાનો સવાબ, નફિલ નમાઝનો સવાબ, કુરઆન મજીદની કિરાત કરવાનો સવાબ, ફરિશ્તાઓ તરફથી માફીની મહાનતા, જ્યાં સુધી તે નમાઝની રાહ જોઈ રહ્યો હોય.
  4. બન્ને નમાઝોને જમાઅત સાથે પઢવા પર ઉભાર્યા છે તેમાં ભવ્ય ભલાઈ છે, કારણકે તે બન્ને નમાઝ વ્યક્તિની ઊંઘની શરૂઆતમાં તેમજ અંતમાં ડિસ્ટર્બ કરે છે, એટલા માટે જ તો મુનાફિકો માટે સખત ભારે નમાઝો છે.
  5. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જ્યારે કોઈ કાર્યમાં ભીડ અથવા ઝઘડો થવાની સંભાવના હોય, ત્યારે ચિઠ્ઠી ઉછાળવાની યોગ્યતા જોવા મળે છે.
  6. બીજી સફનું મહત્વ ત્રીજી સફ કરતા વધારે હોય છે એવી જ રીતે ચોથી સફ કરતા ત્રીજી સફનું મહત્વ વધારે હોય છે, આ પ્રમાણે જ નીચેની દરેક સફોનો દરજ્જો રહેશે.

ભાષાતર જુઓ

40 ભાષા
EN English અંગ્રેજી
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية