1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મૃત્યુના સમયે દિરહમ, દીનાર, ગુલામ, દાસી કે બીજું કઈ છોડ્યું ન હતું, સિવાય કે તેમનું એક સફેદ ખચ્ચર, તેમના શસ્ત્રો અને જમીનનો ટુકડો, જે તેમણે દાન તરીકે નિયુક્ત કર્યો હતો

عَنْ عَمْرِو بْنِ الحَارِثِ خَتَنِ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَخِي أُمِّ المؤمِنين جُوَيْرِيَةَ بِنْتِ الحَارِثِ رَضِيَ اللَّهُ عَنْهُم، قَالَ:
مَا تَرَكَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عِنْدَ مَوْتِهِ دِرْهَمًا وَلاَ دِينَارًا وَلاَ عَبْدًا وَلاَ أَمَةً وَلاَ شَيْئًا، إِلَّا بَغْلَتَهُ البَيْضَاءَ، وَسِلاَحَهُ، وَأَرْضًا جَعَلَهَا صَدَقَةً.

અમ્ર બિન્ હારિષ, જે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાળા અને મોમિનોની માતા જુવૈરિયા બિન્તે હારિષ રઝી અલ્લાહુ અન્હુમના ભાઈ છે, તેઓ વર્ણન કરે છે, તેમણે કહ્યું:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મૃત્યુના સમયે દિરહમ, દીનાર, ગુલામ, દાસી કે બીજું કઈ છોડ્યું ન હતું, સિવાય કે તેમનું એક સફેદ ખચ્ચર, તેમના શસ્ત્રો અને જમીનનો ટુકડો, જે તેમણે દાન તરીકે નિયુક્ત કર્યો હતો.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહુલ્ બુખારી - 2739

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક પણ ચાંદીનો દિરહામ અને એક પણ સોનાનો દીનાર, કોઈ પણ ગુલામ કે દાસી, કોઈ ઘેટું, ઊંટ કે કોઈ પણ પ્રકારની દુનિયાની સંપત્તિ છોડીને ગયા ન હતા, સિવાય કે એક સફેદ ખચ્ચર જેના પર તેઓ સવારી કરતા હતા, તેમના શસ્ત્રો, જે તેઓ ઉપાડતા હતા, અને એક જમીનનો ટુકડો, જે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન મુસાફરો માટે દાન કરી દીધો હતો.

હદીષથી મળતા ફાયદા

  1. પયગંબરો વારસો છોડતા નથી.
  2. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મૃત્યુ પછી શું વારસો છોડ્યો તેનું વર્ણન.
  3. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જયારે મૃત્યુ થયું, ત્યારે પોતાની ઉદારતા, ખર્ચ અને પરોપકારના કારણે કંઈપણ મહત્વનું છોડ્યું ન હતું.
  4. ઈમામ કિરમાની રહિમહુલ્લાહએ કહ્યું: તેમનું કથન (તેમણે બનાવ્યું) માં સર્વનામ ત્રણેયનો ઉલ્લેખ કરે છે, ખચ્ચર, શસ્ત્રો અને જમીન, ફક્ત જમીનનો નહીં.
  5. અલ્ ખતન: પત્નીનો ભાઈ, અલ્ અખ્તાન: જે સાસરિય સંબંધનો ઉલ્લેખ કરે છે.

ભાષાતર જુઓ

29 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TH ไทย થાય
AS অসমীয়া આસામી
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية