1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ જે લોકનો આભાર વ્યક્ત નથી કરતો તે અલ્લાહનો પણ આભાર વ્યક્ત નથી કરી શકતો

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا يَشْكُرُ اللَّهَ مَنْ لَا يَشْكُرُ النَّاسَ»

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે લોકનો આભાર વ્યક્ત નથી કરતો તે અલ્લાહનો પણ આભાર વ્યક્ત નથી કરી શકતો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે સુનન્ અબી દાઉદ - 4811

સમજુતી

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ લોકોની નેકી અને ભલાઈ પર તેમનો આભાર વ્યક્ત નથી કરતો તે સામાન્ય રીતે અલ્લાહનો આભાર વ્યકત નથી કરતો, તેનું કારણ એ છે કે બંને બાબતો એકબીજા સાથે જોડાયેલી છે, કેમ કે લોકોના સારા વ્યવહાર પર તેમનો આભાર વ્યક્ત ન કરવો, તે તેની આદત અને ફિતરત છે, એવી જ રીતે અલ્લાહએ આપેલ નેઅમતોનો આભાર વ્યકત ન કરવો તેની લાપરવાહી અને આદત છે.

હદીષથી મળતા ફાયદા

  1. લોકોના સારા વ્યવહાર પર તેમનો આભાર વ્યક્ત કરવાની મહત્ત્વતા.
  2. ખરેખર નેઅમતો આપનાર તો અલ્લાહ જ છે, અને સર્જન એક માધ્યમ છે, જેના દ્વારા સર્વશ્રેષ્ઠ અલ્લાહ જેના માટે ઈચ્છે છે, તેના માટે આધીન બનાવે છે, તેથી લોકોનો આભાર વ્યક્ત કરવો અલ્લાહના આભાર વ્યકત કરવા માંથી છે.
  3. લોકોની દયા બદલ તેમનો આભાર માનવો તે સંપૂર્ણ ચારિત્ર્યનો પુરાવો છે.

ભાષાતર જુઓ

29 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TH ไทย થાય
AS অসমীয়া આસામી
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية