1. હોમ
  2. કેટેગરીઓ
  3. અકીદો

હદીષ અલ્લાહ જહન્નમમાં સૌથી સરળ અઝાબ મેળવનાર વ્યક્તિને કહેશે: જો જમીન પર રહેલ દરેક વસ્તુ તમારી હોય, તો શું તમે આ અઝાબથી છુટકારો મેળવવા માટે તે દરેક વસ્તુઓ આપી દેતા? તે વ્યક્તિ કહેશે: હાં

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«يَقُولُ اللَّهُ تَعَالَى لِأَهْوَنِ أَهْلِ النَّارِ عَذَابًا يَوْمَ القِيَامَةِ: لَوْ أَنَّ لَكَ مَا فِي الأَرْضِ مِنْ شَيْءٍ أَكُنْتَ تَفْتَدِي بِهِ؟ فَيَقُولُ: نَعَمْ، فَيَقُولُ: أَرَدْتُ مِنْكَ أَهْوَنَ مِنْ هَذَا، وَأَنْتَ فِي صُلْبِ آدَمَ: أَلّاَ تُشْرِكَ بِي شَيْئًا، فَأَبَيْتَ إِلَّا أَنْ تُشْرِكَ بِي».

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું:
«અલ્લાહ જહન્નમમાં સૌથી સરળ અઝાબ મેળવનાર વ્યક્તિને કહેશે: જો જમીન પર રહેલ દરેક વસ્તુ તમારી હોય, તો શું તમે આ અઝાબથી છુટકારો મેળવવા માટે તે દરેક વસ્તુઓ આપી દેતા? તે વ્યક્તિ કહેશે: હાં, તો અલ્લાહ કહેશે: મેં તારી પાસે આના કરતાં પણ વધુ સરળ વસ્તુની માંગ કરી હતી, કે મારી સાથે કોઈને ભાગીદાર ન બનાવજે, પરંતુ તે ભાગીદાર બનાવ્યો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહુલ્ બુખારી - 6557

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે ખરેખર ઉચ્ચ અલ્લાહ જહન્નમી લોકો માંથી સૌથી હળવો અઝાબ પ્રાપ્ત કરનાર વ્યક્તિને જ્યારે તે જહન્નમમાં દાખલ થશે પછી કહેશે: જો તમારી માલિકી હેઠળ આ દુનિયા અને તેમાં રહેલ દરેક વસ્તુ હોતી, તો શું તમે આ અઝાબથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આપી દેતા? તો તે કહેશે: હાં, તો અલ્લાહ કહેશે: મેં તારી પાસે આના કરતાં પણ વધુ સરળ વસ્તુની માંગ કરી હતી, અને આદેશ આપ્યો હતો, જ્યારે તમારી પાસેથી વચન લેવામાં આવ્યું હતું, જ્યારે તમે આદમની પીઠમાં હતા, કે મારી સાથે કોઈને ભાગીદાર ન ઠહેરાવશો, પરંતુ જ્યારે તમે દુનિયામાં આવ્યા તો શિર્ક ક્ કર્યું.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષ તૌહિદની મહત્ત્વતા, અને તેના પર અમલ કરવાની સરળતા દર્શાવે છે.
  2. આ હદીષ અલ્લાહ સાથે શિર્ક અને તેના ભાગદાર બનાવવાનીભયાનકતા, અને તેના ખતરનાક પરિણામો દર્શાવે છે.
  3. અલ્લાહએ આદમની સંતાન પાસેથી શિર્ક ન કરવાનું વચન લીધું હતું, જ્યારે તેઓ આદમની પીઠમાં હતા.
  4. આ હદીષ શિર્ક વિરુદ્ધ ચેતવણી આપે છે, અને તે વાતનો પુરાવો આપે છે કે શિર્કના કારણે કયામતના દિવસે સંપૂર્ણ દુનિયા અને તેમ રહેલ વસ્તુઓ એક કાફિરની મદદ નહીં કરી શકે.

ભાષાતર જુઓ

52 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية