1. હોમ
  2. કેટેગરીઓ
  3. ફિકહ અને તેના નિયમો

હદીષ તમારા માંથી કોઈ વઝૂ કરે અને મોજા પહેરી લે તો તે મોજા પહેરીને જ નમાઝ પઢી લે, અને તે તેના પર મસહ કરી લે તેને કાઢવાની જરૂર નથી, હા, જો તેં જુનુબી થઈ જાય તો મોજા ઉતારવા પડશે

عَنْ أَنَسٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا تَوَضَّأَ أَحَدُكُمْ وَلَبِسَ خُفَّيْهِ فَلْيُصَلِّ فِيهِمَا، وَلْيَمْسَحْ عَلَيْهِمَا ثُمَّ لَا يَخْلَعْهُمَا إِنْ شَاءَ إِلَّا مِنْ جَنَابَةٍ».

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા માંથી કોઈ વઝૂ કરે અને મોજા પહેરી લે તો તે મોજા પહેરીને જ નમાઝ પઢી લે, અને તે તેના પર મસહ કરી લે તેને કાઢવાની જરૂર નથી, હા, જો તેં જુનુબી થઈ જાય તો મોજા ઉતારવા પડશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે સુનન-અદ-દારુલ-કુતની - 781

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે એક મુસલમાન વઝૂ કરીને મોજા પહેરી લે, અને પછી તેનું વઝૂ તૂટી જાય, તો ફરીવાર તેની વઝૂ કરવાની ઈચ્છા થાય, તો તે બન્ને મોજા પર ફક્ત મસહ કરી શકે છે, અને તેમાં નમાઝ પઢી શકે છે, અને નક્કી કરેલ સમય સુધી તે આ રીતે કરી શકે છે, પરંતુ જો તે જુનુબી થઈ જાય, તો પછી તેને મોજા ઉતારવા પડશે અને ગુસલ કરવું પડશે.

હદીષથી મળતા ફાયદા

  1. સંપૂર્ણ પાકી અને વઝૂ કર્યા વગર મોજા પર મસહ કરવો જાઈઝ નથી.
  2. રહેવાસી: મોજા પર મસહ કરવાનો સમયગાળો એક દિવસ અને એક રાત તેમજ મુસાફર માટે: ત્રણ દિવસ અને ત્રણ રાત.
  3. મોજા પર મસહ હદષે અસગર (નાની નાપાકી)માં કરી શકે છે, હદષે અકબર મોટી નાપાકી માટે નહીં, હદષે અકબર માં મોજા ઉતારવા પડશે અને બન્ને પગ ધોવા પડશે.
  4. બુટ, ચપ્પલ, મોજામાં નમાઝ પઢવી મુસ્તહબ છે, જો તે પાક હોય, યહૂદીઓનો વિરોધ કરતા, તેનાથી મુસલલીઓને તકલીફ પહોંચવી ન જોઈએ, એવી જ રીતે મસ્જિદને પણ, જો ત્યાં કાલીન પાથરેલું હોય તો પછી તેમાં નમાઝ પઢવી યોગ્ય નથી.
  5. મોજા પર મસહ કરવાની પરવાનગી ઉમ્મત માટે સરળતા અને છૂટ માટે આપી છે.

ભાષાતર જુઓ

51 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية