1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ

عَن أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا يَنْظُرُ الرَّجُلُ إِلَى عَوْرَةِ الرَّجُلِ، وَلَا الْمَرْأَةُ إِلَى عَوْرَةِ الْمَرْأَةِ، وَلَا يُفْضِي الرَّجُلُ إِلَى الرَّجُلِ فِي ثَوْبٍ وَاحِدٍ، وَلَا تُفْضِي الْمَرْأَةُ إِلَى الْمَرْأَةِ فِي الثَّوْبِ الْوَاحِدِ».

અબુ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ, ન તો કોઈ પુરુષ બીજા પુરુષ સાથે એક પથારીમાં સૂઈ જાય, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રી સાથે એક પથારીમાં સૂઈ જાય».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહ મુસ્લિમ - 338

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ એક પુરુષને બીજા પુરુષના ગુપ્તાંગ જોવાથી રોક્યા છે, એવી જ રીતે એક સ્ત્રીને પણ બીજી સ્ત્રીના ગુપ્તાંગ જોવાથી રોક્યા છે.
ગુપ્તાંગ: તે દરેક વસ્તુ જેના જાહેર થવા પર શરમ આવે, અને પુરુષનું ગુપ્તાંગ: નાભી અને તેના બંને ઘૂંટણની વચ્ચે છે. સ્ત્રી માટે સંપૂર્ણ રીતે અજાણ પુરુષો સામે પડદો કરવો જરૂરી છે, અને હા તેના મહરમ પુરુષો તો તે તેમની સામે ઘરમાં કામ કરતી વખતે જે વસ્તુઓ જાહેર થાય છે તે કરી શકે છે.
આ હદીષમાં નબી ﷺ એ એક પુરુષને બીજા પુરુષ સાથે એક કપડાં અથવા એક ચાદર નીચે નગ્ન થઈ ભેગા થવાથી રોક્યા છે, એવી જ રીતે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે પણ એક કપડાં અથવા એક ચાદર નીચે નગ્ન થઈ ભેગા થવાથી રોક્યા છે, જેના કારણે તેમાંથી દરેક બીજાના ગુપ્તાંગને સ્પર્શ કરી શકે છે, જો કે તે હરામ છે, જેવુ કે ગુપ્તાંગને જોવું હરામ છે, અને આ કાર્ય તેમને એક મોટા ગુનાહ તરફ લઈ જઈ શકે છે.

હદીષથી મળતા ફાયદા

  1. પતિ પત્ની સિવાય અન્યના ગુપ્તાંગ તરફ જોવું જાઈઝ નથી.
  2. ઇસ્લામ સમાજને પવિત્ર રાખવા પર જોર આપે છે, અને તે દરેક દ્વાર બંધ કરે છે, જેના દ્વારા અશ્લીલતા ફેલાઈ શકે છે.
  3. જરૂરતના સમયે ગુપ્તાંગને જોવું જાઈઝ છે જેમકે કોઈ ઈલાજ વગેરેના સમયે, પરંતુ તે પણ મનેચ્છા વગર હોય.
  4. મુસલમાનને આદેશ આપવામાં આવ્યો છે કે તે પોતાના ગુપ્તાંગને ઢાંકીને રાખે, અને એ જ રીતે તે બીજાના ગુપ્તાંગ તરફ નજર કરવાથી બચીને રહે.
  5. અહીયાં મનાઈ પુરુષોની પુરુષો સાથે અને સ્ત્રીઓની સ્ત્રી સાથે ખાસ કરવામાં આવી છે; કારણકે તે તેની તરફ નજર કરવા અને ગુપ્તાંગને જાહેર કરવા તરફ દોરી જાય છે.

ભાષાતર જુઓ

57 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
IT Italiano ઇટાલિયન
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية