1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ તમારા કરતા નીચલા વર્ગના લોકો તરફ જુવો, તમારા કરતા ઉંચા વર્ગના લોકો તરફ ન જુઓ, આમ કરવાથી શક્ય છે કે તમે અલ્લાહની નેઅમતોને તુચ્છ નહીં સમજો

عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«انْظُرُوا إِلَى مَنْ أَسْفَلَ مِنْكُمْ، وَلَا تَنْظُرُوا إِلَى مَنْ هُوَ فَوْقَكُمْ، فَهُوَ أَجْدَرُ أَلَّا تَزْدَرُوا نِعْمَةَ اللهِ عَلَيْكُمْ».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમારા કરતા નીચલા વર્ગના લોકો તરફ જુવો, તમારા કરતા ઉંચા વર્ગના લોકો તરફ ન જુઓ, આમ કરવાથી શક્ય છે કે તમે અલ્લાહની નેઅમતોને તુચ્છ નહીં સમજો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહ મુસ્લિમ - 2963

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો છે કે દુનિયાની દરેક બાબતમાં જેવી કે સ્થાન, માલ અને ઇઝ્ઝતમાં પોતાનાથી નીચલા વર્ગ લોકો તરફ નજર કરો, જેમની પાસે તમારા કરતા ઓછું હોય, અને દુનિયાની દરેક બાબતમાં પોતાના ઉપરના વર્ગ તરફ ન જોવું જોઈએ, જેઓ તમારા કરતા પ્રાથમિકતા ધરાવે છે, જો તમે પોતાના કરતા નીચલા વર્ગ તરફ નજર કરશો, તો શક્ય છે કે તમે અલ્લાહ તઆલાની નેઅમતોને તુચ્છ અને નાની નહીં સમજો.

હદીષથી મળતા ફાયદા

  1. કનાઅત (સંતુષ્ટિ) મોમિનોના ભવ્ય અખ્લાક માંથી એક છે અને તે અલ્લાહની તકદીર પ્રત્યે રાજી હોવાની નિશાની છે.
  2. ઈબ્ને જરીર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં સંપૂર્ણ ભલાઈનો સમાવેશ થાય છે; કારણકે જો માનવી પોતાના કરતા ઊંચા વર્ગ અને જેના પર અલ્લાહએ કૃપા કરેલી છે, તેની તરફ જોશે તો તે પણ તેની માફક જ થવાની ઈચ્છા કરશે જેના કારણ તેને અલ્લાહએ આપેલ નેઅમતોને તે તુચ્છ જાણશે અને તે વધુની પ્રાપ્તિ અને તેની નજીક આવવાની ઈચ્છા દર્શાવે છે, ઘણા લોકોમાં આ પ્રમાણેની ઈચ્છા જોવા મળશે, પરંતુ જો તે દુનિયાની દરેક બાબતમાં પોતાના કરતા નીચલા વર્ગના લોકોને જોશે તો તેના પર અલ્લાહએ કરેલ કૃપા જાહેર કરશે, તેના પ્રત્યે તે વિનમ્ર રહેશે અને તે ભલાઈના કાર્યો કરશે.

ભાષાતર જુઓ

43 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية