1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ નબી ﷺસિજદામાં આ દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી કુલ્લહુ દિક્કહુ, વજિલ્લહુ, વઅવ્વલુહુ, વઆખિરહુ વઅલાનિયતહુ વસિર્રહુ" (હે અલ્લાહ! મને અને મારા નાના-મોટા, આગળ અને પાછળના, જાહેર અને છુપા દરેક ગુનાહોને માફ કરી દે)

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ فِي سُجُودِهِ: «اللهُمَّ اغْفِرْ لِي ذَنْبِي كُلَّهُ دِقَّهُ، وَجِلَّهُ، وَأَوَّلَهُ وَآخِرَهُ وَعَلَانِيَتَهُ وَسِرَّهُ».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺસિજદામાં આ દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી કુલ્લહુ દિક્કહુ, વજિલ્લહુ, વઅવ્વલુહુ, વઆખિરહુ વઅલાનિયતહુ વસિર્રહુ" (હે અલ્લાહ! મને અને મારા નાના-મોટા, આગળ અને પાછળના, જાહેર અને છુપા દરેક ગુનાહોને માફ કરી દે)».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહ મુસ્લિમ - 483

સમજુતી

નબી ﷺ સિજદામાં આ દુઆ કરતાં હતા: ("અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી" હે અલ્લાહ! મારા ગુનાહ માફ કરી દે) તેને છુપાવીને, અને તેની પાછળ જવાથી મારી સુરક્ષા કર, બસ તું તેને માફ કરે અને દરગુજર કર, ("કુલ્લહુ" સંપૂર્ણ) અર્થાત્: ("દિક્કહુ" નાના) નાના અને ઓછા, ("વજિલ્લહુ" મોટા) મોટા અને વધુ પ્રમાણમાં હોય તે, ("વઅવ્વલુહુ" પહેલા) પહેલો ગુનોહ, ("વઆખિરહુ' છેલ્લો) જે તેની વચ્ચે હોય તે, ("વઅલાનિયતહુ વસિર્રહુ" જાહેર અને છુપા) જેને તારા સિવાય કોઈ ન જાણતું હોય તે ગુનાહ.

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ ઈબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં નબી ﷺએ નાના, મોટા, સૂક્ષ્મ અને મહાન, આગળના, પાછળના, જાહેર અને છુપા દરેક ગુનાહથી માફી માંગી, આ એક વ્યાપક દુઆ છે, જેમાં તે દરેક ગુનાહનો સમાવેશ થાય છે, જેના વિષે બંદો જાણે છે અને જેના વિષે જાણતો નથી તેની પણ તૌબા કરી લે છે.
  2. કહેવામાં આવ્યું: સૂક્ષ્મ એટલે કે બારીક ગુનાહને મહાન ગુનાહ પર પ્રાથમિકતા આપવામાં આવી; કારણકે સવાલ કરનાર આ વિષે વધુ સવાલ કરે છે, અને મોટો ગુનાહ તો નાના ગુનાહ સતત કરવાથી મોટા ગુનાહ થઈ જાય છે, અને તેનાથી ન બચવું પણ મોટા ગુનાહમાં સપડાઈ જવાનું કારણ બને છે, અને સત્ય એ છે વસીલો કાર્ય અપનાવવાનું મૂળ સ્ત્રોત છે.
  3. અલ્લાહ સમક્ષ વિનમ્રતા અપનાવવી, દરેક નાના મોટા ગુનાહોથી તેની પાસે માફી માંગવી.
  4. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં ખૂબ જ દુઆ કરવા અને શબ્દોનો વધારો કરવા પર ભાર આપ્યો છે, ભલેને તેના એક શબ્દનો અર્થ બીજામાં હોય.

ભાષાતર જુઓ

45 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية