1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશિમાતતિલ્ અઅદાઅ" હે અલ્લાહ ! હું દેવામાં ફસાઈ જવાથી, દુશ્મનના મારા પર હાવી થવાથી તેમજ દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું

عَنْ عَبْدِ اللَّهِ بْنِ عَمْرِو بْنِ الْعَاصِ رضي الله عنهما أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَدْعُو بِهَؤُلَاءِ الْكَلِمَاتِ:
«اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ غَلَبَةِ الدَّيْنِ، وَغَلَبَةِ الْعَدُوِّ، وَشَمَاتَةِ الْأَعْدَاءِ».

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબ્દો વડે દુઆ કરતા હતા:
«અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશિમાતતિલ્ અઅદાઅ" હે અલ્લાહ ! હું દેવામાં ફસાઈ જવાથી, દુશ્મનના મારા પર હાવી થવાથી તેમજ દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સુનન્ નિસાઈ - 5475

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નીચે વર્ણવેલ વસ્તુઓથી અલ્લાહની પનાહ માંગી છે:
પહેલી: "અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ" (હે અલ્લાહ ! હું પનાહ માંગુ છું) તારા શરણમાં આવું છું અને તારી પનાહમાં આવું છું, "બિક" તારા સિવાય કોઈની પાસે હું આશરો માંગતો નથી, "મિન્ ગલબતિત્ દીનિ" (દેવામાં ફસાઈ જવાથી) તેની તકલીફમાં અને મુસીબતમાં, અને હું દેવું અદા કરવા માટે તારી મદદનો સવાલ કરું છું.
બીજી: વ ગલબતિલ્ અદુવ્વિ" (દુશ્મનોના મારા પર હાવી થઈ જવાથી) તેમનો જોર, જુલમ કરવાથી, અને હું દુશ્મનના નુકસાનથી દૂરીનો સવાલ કરું છું, તેમજ તેના વિરુદ્ધ તારી પાસે મદદ માંગુ કરું છું.
ત્રીજી: "વશમાતતિલ્ અઅદાઅ" (દુશ્મનોના મારા પર હસવાથી) મુસલમાનો પર આવનારી મુસીબત અને આફત પર તેમના ખુશ થવાથી હું તારી પનાહમાં આવું છું.

હદીષથી મળતા ફાયદા

  1. તે દરેક વસ્તુથી અલ્લાહની પનાહ માંગવી જોઈએ, જે આપણને તેના અનુસરણથી દૂર કરતી હોય, તેમજ દુઃખ અને ચિંતાનું કારણ બનતી હોય, જેમ કે દેવું, વગેરે.
  2. દેવું લેવામાં કોઈ વાંધો નથી, પરંતુ વાંધો ત્યારે થશે, જ્યારે તે દેવું ચૂકવી ન શકે, અને આ જ દેવાને હાવી થવું છે.
  3. માનવીએ એવા કામોથી બચવું જોઈએ, જેના કારણે તેના પર આરોપ લગાવવામાં આવે, તેમજ તેને ખરાબ વ્યક્તિ કહેવામાં આવે.
  4. મોમિનો સાથે કાફિરોની નફરત, ખાસ કરીને જ્યારે મોમિનો પર આપત્તિ અને મુસીબત આવે તો તેમનું હસવું.
  5. માનવી પર જ્યારે મુસીબત આવે ત્યારે તેના દુશ્મનોનું હસવું માનવીની તકલીફમાં વધારો કરે છે.

ભાષાતર જુઓ

50 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية