1. હોમ
  2. કેટેગરીઓ
  3. જીવનચરિત્ર અને ઇતિહાસ

હદીષ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરવાળાઓની સેવામાં વ્યસ્ત રહેતા અને જ્યારે નમાઝનો સમય થતો, તો આપ નમાઝ માટે જતા

عَنِ الأَسْوَدِ بنِ يَزِيدَ قَالَ:
سَأَلْتُ عَائِشَةَ مَا كَانَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَصْنَعُ فِي بَيْتِهِ؟ قَالَتْ: كَانَ يَكُونُ فِي مِهْنَةِ أَهْلِهِ -تَعْنِي خِدْمَةَ أَهْلِهِ-، فَإِذَا حَضَرَتِ الصَّلاَةُ خَرَجَ إِلَى الصَّلاَةِ.

અસ્વદ બિન્ યઝીદ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘરમાં શું કરતા હતા? આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરવાળાઓની સેવામાં વ્યસ્ત રહેતા અને જ્યારે નમાઝનો સમય થતો, તો આપ નમાઝ માટે જતા.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહુલ્ બુખારી - 676

સમજુતી

આયશા રઝી અલ્લાહુ અન્હાને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સ્થિતિ સવાલ કરવામાં આવ્યો કે આપની સ્થિતિ ઘરમાં શું હતી? આપ કંઈ રીતે રહેતા હતા? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા, તે દરેક કામ કરતા, જે લોકો પોતાના ઘરમાં કરતા હોય છે, તેઓ ઘરના લોકોની સેવા કરવામાં વ્યસ્ત રહેતા, બકરીનું દૂધ દોહતા, કપડાં સીવતા, ચપ્પલ સીવતા અને ડોલ બરાબર કરતા, જ્યારે નમાઝનો સમય થઈ જતો, તો નમાઝ માટે જતા.

હદીષથી મળતા ફાયદા

  1. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિનમ્રતા અને પોતાના ઘરવાળોઓ સાથે સદ્ વ્યવહાર.
  2. દુનિયાના કાર્યો બંદાને નમાઝથી ગાફેલ ન કરે.
  3. નમાઝને તેના પ્રથમ સમયમાં પઢવા બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચોક્કસ ધ્યાન આપતા હતા.
  4. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં વિનમ્રતા અપનાવવા, ઘમંડનો ત્યાગ અને પુરુષને પોતાના પરિવારની સેવા કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

ભાષાતર જુઓ

37 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية