1. હોમ
  2. કેટેગરીઓ
  3. જીવનચરિત્ર અને ઇતિહાસ

હદીષ નબી ﷺને જ્યારે પણ કોઈ બે વસ્તુ માંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી હોય, તો જે સરળ હોય તે પસંદ કરતાં, જેમાં કોઈ ગુનોહ ન હોય, અને જો તેમાં કોઈ ગુનોહ હોતો, તો આપ ﷺ તેનાથી ખૂબ દૂર થઈ જતાં

عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنينَ رَضِيَ اللَّهُ عَنْهَا أَنَّهَا قَالَتْ:
مَا خُيِّرَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بَيْنَ أَمْرَيْنِ إِلَّا أَخَذَ أَيْسَرَهُمَا، مَا لَمْ يَكُنْ إِثْمًا، فَإِنْ كَانَ إِثْمًا كَانَ أَبْعَدَ النَّاسِ مِنْهُ، وَمَا انْتَقَمَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِنَفْسِهِ إِلَّا أَنْ تُنْتَهَكَ حُرْمَةُ اللَّهِ، فَيَنْتَقِمَ لِلَّهِ بِهَا.

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
નબી ﷺને જ્યારે પણ કોઈ બે વસ્તુ માંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી હોય, તો જે સરળ હોય તે પસંદ કરતાં, જેમાં કોઈ ગુનોહ ન હોય, અને જો તેમાં કોઈ ગુનોહ હોતો, તો આપ ﷺ તેનાથી ખૂબ દૂર થઈ જતાં, અને અલ્લાહના પયગંબર મુહમ્મદ ﷺએ ક્યારે પણ પોતાન ફાયદા માટે કોઈની પાસે બદલો નથી લીધો, સિવાય એ કે જ્યારે કોઈ અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી દે, તો અલ્લાહ માટે તેની પાસે બદલો લેતા.

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહુલ્ બુખારી - 3560

સમજુતી

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ નબી ﷺના કેટલાક આદર્શો વિષે જણાવ્યું કે જ્યારે પણ આપ ﷺને કોઈ બે વસ્તુ માંથી એક વસ્તુ પસંદ કરવી હોતી, તો સૌથી સરળ વસ્તુ પસંદ કરતાં, જ્યાં સુધી કોઈ સરળ કામમાં ગુનોહ ન હોતો, અને જો તેમાં કોઈ ગુનાહનું કોમ હોતું તેનાથી ખૂબ દૂર રહેતા અને તે સ્થિતિમાં કઠિન કાર્ય અપનાવતા. અને ક્યારેય પોતાન માટે કોઇની પાસેથી બદલો લીધો ન હતો, પરંતુ પોતાનો અધિકાર પણ છોડી દેતા હતા અને માફ કરી દેતા, પરંતુ જ્યારે કોઈ અલ્લાહએ નક્કી કરેલ હદને વટાવી જતો, તો તેની પાસેથી અલ્લાહ માટે બદલો લેતા, અને તે સમયે અલ્લાહ માટે લોકો કરતાં સૌથી વધુ ગુસ્સે થતાં.

હદીષથી મળતા ફાયદા

  1. જો સરળ કાર્યમાં ગુનાહ ન હોય, તો તેને અપનાવવું જાઈઝ છે.
  2. ઇસ્લામની સરળતાનું વર્ણન.
  3. અલ્લાહ તઆલા માટે ગુસ્સે થવું જાઈઝ છે.
  4. અલ્લાહએ નક્કી કરેલ હદો (મર્યાદા) ને લાગુ કરવામાં, નબી ﷺ સખત સહનશીલ, સબર અને સત્યનું અનુસરણ કરનારા હતા.
  5. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું; આ હદીષ દ્વારા તે વસ્તુને છોડવાની છૂટ મળે છે, જે કાર્ય અઘરું હોય, બસ સરળતા અપનાવી લેવી પૂરતી થઈ જશે, અને તે વસ્તુને છોડી દો, જે તમને મુશ્કેલીમાં નાખતી હોય.
  6. અલ્લાહ તઆલાના અધિકારો સિવાય દરેક બાબતો દગુજર કરવા પર પ્રોત્સાહિત કર્યા છે.

ભાષાતર જુઓ

46 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية