1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ ઇઝ્ઝતિક, લા ઇલાહ ઇલ્લા અન્ત અન્ તુઝિલ્લની, અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત, વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી ગયો, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝ્ઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી પથભ્રષ્ટ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ આવી શકતું નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે

عَنِ ابْنِ عَبَّاسٍ رَضيَ اللهُ عنهما أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ:
«اللهُمَّ لَكَ أَسْلَمْتُ، وَبِكَ آمَنْتُ، وَعَلَيْكَ تَوَكَّلْتُ، وَإِلَيْكَ أَنَبْتُ، وَبِكَ خَاصَمْتُ، اللهُمَّ إِنِّي أَعُوذُ بِعِزَّتِكَ، لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْ تُضِلَّنِي، أَنْتَ الْحَيُّ الَّذِي لَا يَمُوتُ، وَالْجِنُّ وَالْإِنْسُ يَمُوتُونَ».

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા હતા:
«"અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ, વબિક આમન્તુ, વઅલૈક તવક્કલ્તુ, વ ઇલૈક અન્બતુ વબિક ખાસમ્તુ, અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિ ઇઝ્ઝતિક, લા ઇલાહ ઇલ્લા અન્ત અન્ તુઝિલ્લની, અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત, વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી ગયો, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝ્ઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી પથભ્રષ્ટ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ આવી શકતું નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) متفق عليه، وهذا لفظ مسلم ورواه البخاري مختصرًا સહીહ મુસ્લિમ - 2717

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબ્દો વડે દુઆ કરતા હતા: "અલ્લાહુમ્મ લક અસ્લમ્તુ" (હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો) હું બચી ગયો, "વબિક આમન્તુ" (હું તારા પર ઇમાન લાવ્યો) મેં પુષ્ટિ કરી અને એકરાર કર્યો, "વઅલૈક તવક્કલ્તુ" (મેં તારા પર જ ભરોસો કર્યો) હું મારા કામ તારે હવાલે કરું છું અને તારા પર જ ભરોસો કરું છું, "વઇલૈક અન્બતુ" (હું તારી તરફ ઝૂકી ગયો) હું તારી તરફ જ પાછો ફર્યો અને હું સ્વીકાર કરું છું, "વબિક ખાસમ્તુ" (મેં ઝઘડો કર્યો) તારા દુશ્મનો સાથે તકરાર કરી, "અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુ" (હે અલ્લાહ! હું તારી પનાહમાં આવું છું) હું તારા શરણમાં આવ્યો, "બિ ઇઝ્ઝતિક" (તારી ઇઝઝતની પનાહમાં) શક્તિ અને પ્રભુત્વ દ્વારા, "લા ઇલાહ ઇલ્લા અન્ત" (તારા સિવાય કોઈ ઇલાહ નથી) તારા સિવાય કોઈ સાચો માબૂદ નથી, "અન્ તુઝિલ્લની" (પથભ્રસ્ટ કરી દે), હિદાયત અને તારી પ્રસન્નતાની તૌફીકથી વચિંત કરી દે, "અન્તલ્ હય્યુલ્ લઝી લા યમૂત" (તું જીવિત છે, તને ક્યારેય મોત નહિ આવે) તું કદાપિ મૃત્યુ નહીં પામે, "વલ્ જિન્ન વલ્ ઇન્સુ યમૂતુન" (અને માનવી તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામે છે).

હદીષથી મળતા ફાયદા

  1. કોઈ પણ બાબત શરૂ કરતાં પહેલાં આ શબ્દો વડે અલ્લાહના વખાણ કરવા જાઈઝ છે.
  2. ફક્ત અલ્લાહ પર જ ભરોસો કરવો જરૂરી છે, અને તેનાથી જ સુરક્ષાનો સવાલ કરવો જોઈએ, કારણકે તેનામાં જ સંપૂર્ણ ગુણવત્તા છે, ફક્ત તે જ છે, જેના પર ભરોસો કરી શકાય છે, અને સમગ્ર સૃષ્ટિના સર્જન નિર્બળ છે, અને તેમનો અંત મૃત્યુ છે, એટલા માટે તેઓ ભરોસાને લાયક નથી.
  3. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરતા આ વિપુલ શબ્દો વડે દુઆ કરવી જોઈએ, જે ઇમાનની સત્યતા અને ઠોસ યકીન વર્ણન કરે છે.
  4. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: (તે જીવિત છે) અર્થાત્: તારી પાસે જ શરણ માંગવું જોઈએ, બીજા કોઈ પાસે નહીં.

ભાષાતર જુઓ

43 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية