1. હોમ
  2. કેટેગરીઓ
  3. અકીદો

હદીષ હે લોકો ! દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી બચો, કારણકે તમારા પહેલાના લોકો દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાના કારણે નષ્ટ થઈ ગયા

عَنْ ابْنِ عَبَّاسٍ رضي الله عنهما قَالَ:
قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ غَدَاةَ الْعَقَبَةِ وَهُوَ عَلَى نَاقَتِهِ: «الْقُطْ لِي حَصًى» فَلَقَطْتُ لَهُ سَبْعَ حَصَيَاتٍ، هُنَّ حَصَى الْخَذْفِ، فَجَعَلَ يَنْفُضُهُنَّ فِي كَفِّهِ وَيَقُولُ: «أَمْثَالَ هَؤُلَاءِ فَارْمُوا» ثُمَّ قَالَ: «أَيُّهَا النَّاسُ، إِيَّاكُمْ وَالْغُلُوَّ فِي الدِّينِ، فَإِنَّما أَهْلَكَ مَنْ كَانَ قَبْلَكُمْ الْغُلُوُّ فِي الدِّينِ».

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી ﷺએ જમરહ ઉકબા નામની જગ્યાએ કહ્યું, તે સમયે નબી ﷺ પોતાની ઊંટણી પણ હતા: «મારા માટે કાંકરિયો ભેગી કરીને લાવો», મેં નબી ﷺ માટે સાત કાંકરિયો ભેગી કરી, તે કાંકરિયો એવી હતી, જે બન્ને આંગળીઓની વચ્ચે આવી જાય, નબી ﷺ પોતાની હથેળીમાં હલાવતા હતા અને કહેતા હતા: આજ પ્રમાણે કાંકરિયો મારો, ફરી નબી ﷺએ કહ્યું: «હે લોકો ! દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી બચો, કારણકે તમારા પહેલાના લોકો દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાના કારણે નષ્ટ થઈ ગયા».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ પોતાની સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે સુનન્ ઈબ્ને માજા - 3029

સમજુતી

અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે હું હજજતુલ્ વિદાઅના સમયે યવ્મુન્ નહરના દિવસે સવારે રમ્યે જમરહ કરતી વખતે નબી ﷺ સાથે હતો, તો નબી ﷺએ મને કાંકરિયો ભેગી કરવાનો આદેશ આપ્યો, તો મેં નબી ﷺ માટે સાત કાંકરિયો ભેગી કરી, તેમાંથી દરેક કાંકરિયો ચણા બરાબર હતી, ફરી તે કાંકરિયોને નબી ﷺએ પોતાના હાથમા લીધી અને હલાવવા લાગ્યા અને કહ્યું: એક સરખી કાંકરિયો વડે કાંકરિયો મારો, ફરી નબી ﷺએ દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) અને ઉગ્રવાદથી તેમજ દીનની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાથી સચેત કર્યા; કારણકે પહેલાની કોમો દીન બાબતે અતિરેક અને ઉગ્રવાદ તેમજ દીનનું ઉલ્લંઘન કરવાના કારણે નષ્ટ થઈ ગઈ.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં દીનમાં ગુલૂ (અતિશયોક્તિ) કરવાથી રોક્યા છે, અને તેનું ભયાનક પરિણામ વર્ણન કરી જણાવ્યું કે તે નષ્ટતાનું કારણ છે.
  2. અગાઉની કોમો જે કારણો દ્વારા નષ્ટ કરવામાં આવી, તે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
  3. આ હદીષમાં સુન્નત પર અમલ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ભાષાતર જુઓ

58 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
FR Français ફ્રેન્ચ
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
SO Soomaali الصومالية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
IT Italiano ઇટાલિયન
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
KMR Kurmancî الكرمنجية