1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે

عَنْ أَبِي الدَّرْدَاءِ رضي الله عنه: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِنَّ اللَّعَّانِينَ لَا يَكُونُونَ شُهَدَاءَ وَلَا شُفَعَاءَ يَوْمَ الْقِيَامَةِ».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા:
«સૌથી વધુ લઅનત (શાપ) કરનાર લોકો કયામતના દિવસે ન તો સાક્ષી આપનાર હશે ન તો ભલામણ કરનાર હશે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહ મુસ્લિમ - 2598

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે લોકો એવા વ્યક્તિ પર લઅનત કરે છે જે તેનો હકદાર નથી, તો તેના માટે બે સજાઓ નક્કી કરવામાં આવી છે: પહેલી: તે કયામતના દિવસે પયગંબરોના સંદેશા પહોંચડવાની સાક્ષી નહીં આપી શકે, અને ન તો દુનિયામાં તેની સાક્ષી સ્વીકારવામાં આવશે; તેના ગુનાહના કારણે, અને તેને સાક્ષી આપવાનો અધિકાર આપવામાં નથી આવતો, અને ન તો તેને શહાદત આપવામાં આવશે જે અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારને પ્રાપ્ત થાય છે. બીજી: કયામતના દિવસે તેને ભલામણ કરવાનો અધિકાર આપવામાં નહી આવે, જ્યારે મોમિનો પોતાના તે ભાઈઓ માટે ભલામણ કરશે, જેમને જહન્નમમાં દાખલ કરવામાં આવશે.

હદીષથી મળતા ફાયદા

  1. અમાન્ય લઅનત (શાપ આપવો) કરવી હરામ છે, અને જો તે વધુ પ્રમાણમાં કરવામાં આવે, તો તે મહા પાપો માંથી એક છે.
  2. હદીષમાં જે સજા વર્ણન કરવામાં આવી છે, તે તે લોકો માટે છે, જે વધુ પ્રમાણમાં લઅનત (શાપ) કરતાં હોય છે, એક વખત કરવા પર નથી, અને આ હદીષમાં તે લઅનત પણ નથી, જે યોગ્ય હોય, અને જેનો ઉલ્લેખ શરીઅતે કર્યો હોય, જેમકે: «યહૂદીઓ અને નસ્રાનીઓ પર અલ્લાહની લઅનત થાય», «જાલિમો પર અલ્લાહની લઅનત થાય», «ચિત્ર બનાવનાર પર અલ્લાહની લઅનત થાય», «લૂત અલૈહિસ્ સલામની કોમનો અમલ કરનારા અર્થાત્ સમલૈંગિકતા કરનારા પર અલ્લાહની લઅનત થાય», «જે વ્યક્તિ અલ્લાહ સિવાય અન્ય માટે જાનવર ઝબેહ કરે તેના પર અલ્લાહની લઅનત થાય», «તે પુરુષો પર અલ્લાહની લઅનત થાય, જેઓ સ્ત્રીઓની ઉપમા અપનાવે છે, અને તે સ્ત્રીઓ પર અલ્લાહની લઅનત થાય જેઓ પુરુષોની સરખામણી કરે છે», વગેરે.
  3. કયામતના દિવસે મોમિનો ભલામણ કરશે.

ભાષાતર જુઓ

45 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية