1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ આખિરતની મંજિલો માંથી કબર સૌ પ્રથમ મંજિલ છે, જો બંદાને ત્યાં છુટકારો મળી ગયો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે સરળ બની જશે અને જો તેને ત્યાં છુટકારો ન મળ્યો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે અઘરી હશે

عَن هَانِئ مَوْلَى عُثْمَانَ رَضيَ اللهُ عنهُ قَالَ: كَانَ عُثْمَانُ إِذَا وَقَفَ عَلَى قَبْرٍ بَكَى حَتَّى يَبُلَّ لِحْيَتَهُ، فَقِيلَ لَهُ: تُذْكَرُ الْجَنَّةُ وَالنَّارُ فَلَا تَبْكِي، وَتَبْكِي مِنْ هَذَا؟ فَقَالَ: إِنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ:
«إِنَّ الْقَبْرَ أَوَّلُ مَنْزِلٍ مِنْ مَنَازِلِ الْآخِرَةِ، فَإِنْ نَجَا مِنْهُ فَمَا بَعْدَهُ أَيْسَرُ مِنْهُ، وَإِنْ لَمْ يَنْجُ مِنْهُ فَمَا بَعْدَهُ أَشَدُّ مِنْهُ».

ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુના આઝાદ કરેલ ગુલામ હાની રહિમહુલ્લાહ વર્ણન કરે છે, તેમણે કહ્યું: જ્યારે ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ કોઈ વ્યક્તિની કબર પર ઉભા રહેતા તો ખૂબ રડતા એટલું રડતા કે (આંસુઓના કારણે) તેમની દાઢી લીલી થઈ જતી, તેમને કહેવામાં આવ્યું કે તમે જન્નત અને જહન્નમના વર્ણન પર આટલું નથી રડતા જેટલું કબરના વર્ણન પર રડો છો? ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: નિ:શંક અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«આખિરતની મંજિલો માંથી કબર સૌ પ્રથમ મંજિલ છે, જો બંદાને ત્યાં છુટકારો મળી ગયો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે સરળ બની જશે અને જો તેને ત્યાં છુટકારો ન મળ્યો તો આવનારી દરેક મંજિલ તેના કરતાં વધારે અઘરી હશે».

હસન આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સુનન્ અત્ તિર્મિઝી - 2308

સમજુતી

મુસલમાનોના અમીર ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ જ્યારે પણ કબર પાસે ઉભા રહેતા ખૂબ રડતા અહીં સુધી કે તેમના આંસુઓથી તેમની દાઢી લીલી થઈ જતી, તો તેમને પૂછવામાં આવ્યું: જ્યારે જન્નત અને જહન્નમનું વર્ણન થાય છે તો તમે જન્નતની પ્રાપ્તિ માટે અને જહન્નમના ભયથી એટલા નથી રડતા, જેટલા કબર પર રડો છો? તો ઉષમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ખરેખર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: કબર આખિરતની મંજિલો માંથી સૌથી પહેલી મંજિલ છે, જે વ્યક્તિને ત્યાં છુટકારો મળી ગયો તો આવનારી દરેક મંજિલ તેના માટે આસાન થઈ જશે અને જો ત્યાં તેને અઝાબથી છુટકારો ન મળ્યો; તો તેના પછી દરેક મંજિલ પર સજા અને પકડ સખત થશે.

હદીષથી મળતા ફાયદા

  1. ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુનું અલ્લાહની મહાનતાનો સખત ભય, જો કે તેઓને દુનિયામાં જ જન્નતની ખુશખબર આપી દેવામાં આવી હતી.
  2. કબર અને કયામતના વર્ણન પર રડવાથી કઈ વાંધો નથી.
  3. કબરની નેઅમતો અને તેના અઝાબની પુષ્ટિ.
  4. કબરના અઝાબથી ડરવું જોઈએ.

ભાષાતર જુઓ

44 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية