1. હોમ
  2. કેટેગરીઓ
  3. કુરઆન મજીદ અને તેના વિષયો

હદીષ તે ઝાતની કસમ જેના હાથમાં મારા પ્રાણ છે, આ સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે

عَنْ أَبِي سَعِيدٍ الخُدْرِيِّ رَضيَ اللهُ عنهُ:
أَنَّ رَجُلًا سَمِعَ رَجُلًا يَقْرَأُ: {قُلْ هُوَ اللَّهُ أَحَدٌ} يُرَدِّدُهَا، فَلَمَّا أَصْبَحَ جَاءَ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَذَكَرَ ذَلِكَ لَهُ، وَكَأَنَّ الرَّجُلَ يَتَقَالُّهَا، فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «وَالَّذِي نَفْسِي بِيَدِهِ إِنَّهَا لَتَعْدِلُ ثُلُثَ القُرْآنِ».

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
એક વ્યક્તિએ જોયું કે એક વ્યક્તિ વારંવાર ફક્ત આજ સૂરત પઢતો હતો: {"કુલ્ હુવલ્ લ્લાહુ અહદ" હે પયગંબર! કહી દો, અલ્લાહ એક જ છે}, બસ જ્યારે સવાર પડી તો તે વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને આ વિષે જણાવ્યું, અને તે સમજતા હતા કે તેમાં કોઈ મોટો સવાબ નથી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે ઝાતની કસમ જેના હાથમાં મારા પ્રાણ છે, આ સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે સહીહુલ્ બુખારી - 5013

સમજુતી

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે તેમણે એક વ્યક્તિને સંપૂર્ણ રાત સૂરે ઇખલાસ {"કુલ્ હુવલ્ લ્લાહુ અહદ" હે પયગંબર! કહી દો, અલ્લાહ એક જ છે} પઢતા સાંભળ્યા, કોઈ પણ વધારો કર્યા વિના, તો જ્યારે સવાર પડી તો તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને આ વિષે જણાવ્યું, અને સવાલ કરનાર (અર્થાત્ અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ) સમજતા હતા કે તેમાં કોઈ મોટો સવાબ નથી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેની પુષ્ટિ માટે કસમ ખાઈને કહ્યું: તે ઝાતની કસમ જેના હાથમાં મારા પ્રાણ છે, આ સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે.

હદીષથી મળતા ફાયદા

  1. સૂરે ઇખલાસની મહત્ત્વતાનું વર્ણન અને તે સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે.
  2. રાતની નમાઝ (તહ્જજુદ)માં થોડી આયતો પણ પઢી શકાય છે, અને તેને વારંવાર પઢવી જાઈઝ છે, તેને ઓછું કર્યા વિના.
  3. ઈમામ માઝિરી રહિમહુલ્લાહએ કહ્યું: કહેવામાં આવ્યું: (આ હદીષનો) અર્થ: નિ:શંક કુરઆનના ત્રણ ભાગ છે, કિસ્સાઓ, આદેશો, અને અલ્લાહ તઆલાના ગુણો, અને સૂરે ઇખલાસ {"કુલ્ હુવલ્ લ્લાહુ અહદ" હે પયગંબર! કહી દો, અલ્લાહ એક જ છે} અલ્લાહ ત્આલાના ગુણો વિષે છે, અને તે એક તૃતીયાંશ છે, અને એ પણ કહેવામાં આવ્યું: તેનો અર્થ: તેને પઢવાનો સવાબ કોઈ પણ વધારો કર્યા વિના કુરઆનનો એક તૃતીયાંશ ભાગ બરાબર છે.

ભાષાતર જુઓ

35 ભાષા
EN English અંગ્રેજી
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية