1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે

عَنِ ابْنِ عُمَرَ رَضيَ اللهُ عنهما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا جَمَعَ اللهُ الْأَوَّلِينَ وَالْآخِرِينَ يَوْمَ الْقِيَامَةِ يُرْفَعُ لِكُلِّ غَادِرٍ لِوَاءٌ، فَقِيلَ: هَذِهِ غَدْرَةُ فُلَانِ بْنِ فُلَانٍ».

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહ મુસ્લિમ - 1735

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા કયામતના દિવસે દરેક આગલા અને પાછલા લોકોને તેમનો હિસાબ લેવા માટે ભેગા કરશે, દરેક વિદ્રોહી, જેણે અલ્લાહ અથવા લોકો સાથે કરેલ વચનમાં વિશ્વાસઘાત કાર્યો હશે, તો એક નિશાની દ્વારા તેમના વિશ્વાસઘાતને જાહેર કરવામાં આવશે, અને તે દિવસે તેમને આ રીતે બોલાવવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રનો વિશ્વાસઘાત છે; જેથી મહેશરના લોકો સામે તેમના ખરાબ કૃત્યોને જાહેર કરવામાં આવે.

હદીષથી મળતા ફાયદા

  1. ધોખો આપવો હરામ છે, અને તે કબિરહ ગુનાહ માંથી છે; કારણકે તેના વિષે સખત ચેતના આપવામાં આવી છે.
  2. વિશ્વાસઘાત જેના વિષે સખત ચેતવણી આપવામાં આવી છે, તેમાં તે દરેક કાર્યનો સમાવેશ થાય છે, જેનો સબંધ લોકોના પ્રાણ, આબરૂ, માલ, અને ભેદ સાથે હોય, જેના વિષે વિશ્વાસઘાત થતો હોય અને જેના દ્વારા ભરોસો તૂટતો હોય.
  3. ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: આ સૂચન અરબો માટે છે, જે રીતે તેઓ કરતાં હતા; કારણકે તેઓ વફાદારી માટે સફેદ ઝંડો અને વિશ્વાસઘાત માટે કાળો ઝંડો ઉઠાવતા હતા, જેથી તેઓ વિશ્વાસઘાત કરનાર પર આરોપ લગાવી શકે અને તેને અપમાનિત કરી શકે, જેથી હદીષનો અર્થ એ છે વિશ્વાસઘાત કરનાર સાથે આ પ્રમાણે જ થશે; જેથી કયામતના દિવસે તેના કાર્યને લોકો સામે લાવવામાં આવે અને આ પ્રકારના લોકોને અપમાનિત કરવામાં આવે.
  4. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે કયામતના દિવસે લોકોને તેમના બાપ દાદાના નામ દ્વારા પોકારવામાં આવશે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: "આ ફલાણા અને ફલાણાનો પુત્રનો વિશ્વાસઘાત છે".

ભાષાતર જુઓ

40 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية