1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર કાબૂ રાખો, પોતાના ઘરમાં રહો, અને પોતાની ભૂલો (ગુનાહો) પર રડો

عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رضي الله عنه قَالَ:
قُلْتُ: يَا رَسُولَ اللهِ مَا النَّجَاةُ؟ قَالَ: «امْلِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ».

ઉકબા બિન આમીર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર કાબૂ રાખો, પોતાના ઘરમાં રહો, અને પોતાની ભૂલો (ગુનાહો) પર રડો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે સુનન્ અત્ તિર્મિઝી - 2406

સમજુતી

ઉકબા બિન આમીર રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દુનિયા અને આખિરતમાં છૂટકારો પ્રાપ્ત કરવા બાબતે સવાલ કર્યો?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે ત્રણ કામ કરો:
પહેલું: પોતાની જુબાનને તે દરેક વસ્તુથી બચાવો જેમાં ભલાઈ ન હોય, દરેક પ્રકારની બુરાઈથી બચો અને સારી વાત સિવાય બીજું કઈ ન બોલો.
બીજું: પોતાના ઘરમાં રહો, જેથી તમે એકાંતમાં અલ્લાહની ઈબાદત કરો, અને અલ્લાહના અનુસરણમાં વ્યસ્ત રહો, અને પોતાના ઘરમાં રહીને ફિતનાથી દૂર રહો.
ત્રીજું: પોતાના ગુનાહો પર પસ્તાવો કરો, તૌબા કરો અને રડો.

હદીષથી મળતા ફાયદા

  1. સહાબા રઝી અલ્લાહુ અન્હુમની નજાત અને છૂટકારાના માર્ગ વિષે જાણવાની ઉત્સુકતા.
  2. દુનિયા અને આખિરતમાં નજાત મેળવવાના સ્ત્રોતનું વર્ણન કરવામાં આવ્યું છે.
  3. માનવીને એકાંતમાં રહેવા પર પ્રોત્સાહન, જો તે અન્યને ફાયદો પહોંચાડવામાં અસમર્થ હોય અથવા લોકો સાથે ઉઠવા બેસવાથી તેના દીન અને પ્રાણને નુકસાન પહોંચતું હોય તો.
  4. ઘરમાં રહેવા પર પ્રોત્સાહન ખાસ કરીને ફિતનાના સમયે જેથી તેનાથી બચીને રહી શકીએ.

ભાષાતર જુઓ

51 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
NE नेपाली النيبالية
YO Yorùbá Yoruba
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية