1. હોમ
  2. કેટેગરીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ દુનિયાનો મોહ છોડી દો, અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે, અને લોકો પાસે જે કંઈ છે તેના લોભ્યો ન બનો, તો લોકો તમારાથી મોહબ્બત કરશે

عَنْ أَبِي العَبَّاسِ سَهْلِ بْنِ سَعِدٍ السَّاعِدِيِّ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: جَاءَ رَجُلٌ إِلَى النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: يَا رَسُولَ اللَّهِ، دُلَّنِي عَلَى عَمَلٍ إِذَا عَمِلْتُهُ أَحَبَّنِي اللَّهُ وَأَحَبَّنِي النَّاسُ، فَقَالَ:
«ازْهَدْ فِي الدُّنْيَا يُحِبُّكَ اللَّهُ، وَازْهَدْ فِيمَا عِنْدَ النَّاسِ يُحِبُّكَ النَّاسُ».

અબૂ અબ્બાસ સહલ બિન્ સઅદ સાઇદી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! મને કોઈ એવો અમલ બતાવો કે જેને હું કરી લઉં, તો અલ્લાહ મારાથી મોહબ્બત કરે, અને લોકો પણ મારાથી મોહબ્બત કરે, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«દુનિયાનો મોહ છોડી દો, અલ્લાહ તમારાથી મોહબ્બત કરશે, અને લોકો પાસે જે કંઈ છે તેના લોભ્યો ન બનો, તો લોકો તમારાથી મોહબ્બત કરશે».

قال النووي: حديث حسن رواه ابن ماجه وغيره بأسانيد حسنة الأربعون النووية - 31

સમજુતી

એક વ્યક્તિએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછ્યું કે તમે તેને એક એવો અમલ જણાવી દો કે જો તે તેને કરવા લાગે તો તેને અલ્લાહની મોહબ્બત મળી જાય અને લોકોની પણ મોહબ્બત મળી જાય, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની મોહબ્બત મેળવવા માટે દુનિયામાં વ્યર્થ કામોને છોડી દો જે આખિરતમાં કંઈ ફાયદો ન પહોંચાડે અને દીનનું પણ નુકસાન કરે, જ્યારે કે લોકોની મોહબ્બત ત્યારે મળશે જ્યારે તમે તેમની પાસે જે કંઈ છે તેનાથી અળગા થઈ જાવ, અર્થાત લોભ ન કરો, લાલચ ન કરો, કારણકે પોતાની પાસે દુનિયાની મોહબ્બત પહેલાથી જ હોય છે, માટે તેના તરફ ધ્યાન આપવાથી દ્વેષ કરશે અને છોડી દેવાથી તેની મોહબ્બત મળશે.

હદીષથી મળતા ફાયદા

  1. દુનિયા અળગા રહેવાની મહત્ત્વતા, અર્થાત્ માનવી તે દરેક કામથી દૂર થઈ જાય, જે તેને આખિરતમાં ફાયદો ન પહોંચાડે.
  2. ઝુહદ (દુનિયાથી અળગા) નું સ્થાન વરઅ કરતા ઊંચું છે; કારણકે વરઅ એટલે કે નુકસાન આપનારી વસ્તુને છોડી દેવામાં આવે, અને ઝુહદ એટલે કે આખિરતમાં જે વસ્તુ ફાયદાકારક ન હોય તેને છોડી દેવામાં આવે.
  3. ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: દુનિયા લોકોને પ્રિય છે, તેથી જે કોઈ તેની સાથે સ્પર્ધા કરે છે તે તેમને એટલી હદે નફરત કરશે, અને જે કોઈ તેમને અને તેમના પ્રિયજનોને છોડી દેશે તે તેમના હૃદયમાં એટલી હદે પ્રિય રહેશે.

ભાષાતર જુઓ

58 ભાષા
EN English અંગ્રેજી
UR اردو ઉર્દુ
ES Español સ્પેનિશ
ID Indonesia ઇન્ડોનિષયન
UG ئۇيغۇرچە ઉઇગુર
BN বাংলা બંગાલી
FR Français ફ્રેન્ચ
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
DE Deutsch જર્મન
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
KY Кыргызча Kirgisisch
NE नेपाली النيبالية
LT Lietuvių الليتوانية
PRS دری الدرية
SR Српски الصربية
TG тоҷикӣ الطاجيكية
RW Kinyarwanda Kinyarwanda
HU Magyar المجرية
CS Čeština التشيكية
MOS Moore الموري
MG Malagasy Malagasy
OM Oromoo Oromo
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
AZ Azərbaycan Aserbaidschanisch
UZ O‘zbek الأوزبكية
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
BM Bambara البامبارية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية
DA Dansk الدنماركية
RN Kirundi الكيروندي
KMR Kurmancî الكرمنجية
MS Bahasa Melayu الملايو