عَنْ سَهْلِ بْنِ سَعْدٍ رَضيَ اللهُ عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِيَّاكُمْ وَمُحَقَّرَاتِ الذُّنُوبِ، فَإِنَّمَا مَثَلُ مُحَقَّرَاتِ الذُّنُوبِ كَقَوْمٍ نَزَلُوا فِي بَطْنِ وَادٍ، فَجَاءَ ذَا بِعُودٍ، وَجَاءَ ذَا بِعُودٍ، حَتَّى أَنْضَجُوا خُبْزَتَهُمْ، وَإِنَّ مُحَقَّرَاتِ الذُّنُوبِ مَتَى يُؤْخَذْ بِهَا صَاحِبُهَا تُهْلِكْهُ».

સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સામાન્ય અને નાના ગુનાહ કરવાથી પણ બચો, એટલા માટે કે નાના ગુનાહોનું ઉદાહરણ તે કોમ જેવું છે, જે એક ગુફામાં રોકાયા, એક વ્યક્તિ એક લાકડી લઈને આવે, બીજો બીજી લાકડી લઈને આવ્યો આમ (લાકડીઓ ભેગી કરી તેઓ પોતાની) રોટલીઓ બનાવી લે છે, તે રીતે જ કારણકે કેટલીક વખત નાના ગુનાહ્ પણ એકઠા થઈ માનવીને નષ્ટ કરી દે છે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે મુસ્નદ એહમદ - 22808

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ નાના ગુનાહોને સામાન્ય સમજી કરવાથી રોક્યા છે, જ્યારે તે વધી જાય છે તો નષ્ટતાનું કારણ બને છે, તેના માટે એક ઉદાહરણ આપ્યું કે એક કોમ એક ગુફામાં ઉતરે છે, (તેમને ખાવાની જરૂર પડી, તેઓ આગ સળગાવવા માટે), એક વ્યક્તિ એક નાની લાકડી લઈને આવે, બીજો બીજી નાની લાકડી લઈને આવે, અહીં સુધી કે (આગ સળગી જાય) અને રોટલીઓ બની જાય, એવી જ રીતે નાના નાના ગુનાહ ક્યારે તેની પકડ કરી લેવામાં આવે અને તૌબા કરવાનો પણ સમય ન મળે અથવા અલ્લાહ પાસે માફી માગવાનો પણ સમય ન મળે અને તે નષ્ટ થઈ જાય.

હદીષથી મળતા ફાયદા

  1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મસઅલાને સમજાવવા માટે અને સ્પષ્ટ કરવા માટે માર્ગદર્શન કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉદાહરણ આપી સમજાવતા હતા.
  2. નાના અને સામાન્ય ગુનાહોથી પણ બચવું જોઈએ, અને લોકોને તેના કફ્ફારા માટે તૈયાર રહેવાની તાકીદ.
  3. ગુનાહોને સામાન્ય સમજવું, તેના કેટલાક અર્થ થાય છે: પહેલું: બંદો ગુનાહ કરતો રહે છે એ અનુમાન લગાવીને કે તે નાના ગુનાહ છે, જ્યારે કે અલ્લાહ પાસે તે કબીરહ ગુનાહો માંથી હોય છે, બીજું: બંદો નાના ગુનાહ કરતો રહે છે, તેની ચિંતા કર્યા વિના, તેના પર તૌબા પણ નથી કરતો અહીં સુધી કે નાના ગુનાહ ભેગા થઈ તેને નષ્ટ કરી દે છે, ત્રીજું: નાના નાના ગુનાહની પરવા કર્યા વગર તે સતત ગુનાહ કરતો રહે છે, અહીં સુધી કે તે ગુનાહ મોટા ગુનાહોનું સ્વરૂપ લઈ લે છે.

ભાષાતર જુઓ

41 ભાષા
EN English અંગ્રેજી
ID Indonesia ઇન્ડોનિષયન
BN বাংলা બંગાલી
TR Türkçe તુર્કી
RU Русский રસિયન
BS Bosanski બોસ્નિયન
SI සිංහල સિન્હાલા
HI हिन्दी હિન્દી
ZH 中文 ચાઈનીઝ
FA فارسی ફારસી
VI Tiếng Việt વિયેતનામીસ
TL Tagalog ટગાલોગ
KU Kurdî કુરદી
HA Hausa હૌસા
PT Português પુરતગાલી
ML മലയാളം મલ્યાલમ
TE తెలుగు તેલુગું
SW Kiswahili સ્વાહીલી
TA தமிழ் તામિલ
MY မြန်မာ બુર્મીસ
TH ไทย થાય
PS پښتو પૂશ્તો
AS অসমীয়া આસામી
SQ Shqip અલ્બાનીયન
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy Malagasy
KN ಕನ್ನಡ Kanadische Übersetzung
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية